Top News

Xiaomi Smart TV: ઘરમાં થિયેટરની મજા! 55 ઇંચનું Xiaomi OLED સ્માર્ટ ટીવી અડધી કિંમતે ખરીદવાની અદભૂત તક


Xiaomi Smart TV: ઘરમાં થિયેટરની મજા! 55 ઇંચનું Xiaomi OLED સ્માર્ટ ટીવી અડધી કિંમતે ખરીદવાની અદભૂત તક
Xiaomi OLED Vision 4K smart TV Price Discount : શાઓમી ઓએલઇડી વિઝન 4કે સ્માર્ટ ટીવી કિંમત. (Photo: Amazon)

Xiaomi Smart TV: ઘરમાં થિયેટરની મજા! 55 ઇંચનું Xiaomi OLED સ્માર્ટ ટીવી અડધી કિંમતે ખરીદવાની અદભૂત તક

Xiaomi OLED Vision 4K smart TV Price Discount : શાઓમી OLED વિઝન 4K સ્માર્ટ ટીવીને એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

Xiaomi OLED Vision 4K smart TV Price Discount : જો તમે દિવાળી પહેલા તહેવારોની સીઝન સેલમાં સ્માર્ટ ટીવી (4K સ્માર્ટ ટીવી) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક બેસ્ટ તક છે. શાઓમી OLED વિઝન ટીવી 55000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં એક શાનદાર ઓપ્શન છે. શાઓમીના આ સ્માર્ટ ટીવીમાં OLED સ્ક્રીન છે અને હાલમાં તે દેશમાં 55 ઇંચની સ્ક્રીન સાથે આવતું સૌથી સસ્તું 4K OLED સ્માર્ટ ટીવી છે.

તમને જણાવી દઈએ કે શાઓમીનું આ ટીવી આમઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ડિસ્કાઉન્ટ સાથે 54999 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે અને તે બજારમાં ઉપલબ્ધ અન્ય ક્યુએલઈડી સ્માર્ટ ટીવી કરતા સસ્તું છે. જો તમે મોટી સ્કીનના સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સરસ વિકલ્પ છે.

Xiaomi OLED Vision 4K smart TV Price Discount : શાઓમી OLED વિઝન 4K સ્માર્ટ ટીવી કિંમત ડિસ્કાઉન્ટ

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં તમને એસબીઆઇ ક્રેડિટ કાર્ડ સાથે ટીવી પર 4000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે ટીવીની અસરકારક કિંમત 50999 રૂપિયા હશે. આ કિંમત સાથે શાઓમી OLED વિઝન 4K સ્માર્ટ ટીવી ચોક્કસપણે વધુ સારો વિકલ્પ છે. નોંધનીય છે કે શાઓમીનું આ સ્માર્ટ ટીવી 2022માં 89999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

શાઓમીનું આ 55 ઇંચની સ્ક્રીન OLED સ્માર્ટ ટીવી પ્રીમિયમ લુક સાથે આવે છે અને તેમાં બેઝલ-લેસ ડિઝાઇન આપવામાં આવી છે. ટીવીમાં રંગ-સચોટતા ઊંચી છે અને તેનો કોન્ટ્રાસ્ટ રેશિયો 1,000,000:1 છે. આ ટીવીમાં ડોલ્બી વિઝન આઇક્યુ, ડોલ્બી એટમોસ, આઇમેક્સ એન્હાન્સ્ડ અને એચડીઆર 10+ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. સ્માર્ટ ટીવીમાં ઓટીટી એપ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ગૂગલના એન્ડ્રોઇડ ટીવી 11 સાથે આવતા આ સ્માર્ટ ટીવીમાં કસ્ટમ પેચવોલ કન્ટેન્ટ ડિસ્કવરી સિસ્ટમ આપવામાં આવી છે. આ ટીવી પરની સામગ્રીને શોધવાનું અને તેનો વપરાશ કરવાનું સરળ બનાવે છે. આ ટીવીમાં ૩૦ ડબ્લ્યુ ઇન્ટિગ્રેટેડ સ્પીકર્સ છે જે ઉત્તમ અવાજ પ્રદાન કરે છે.

જો તમે મોટા સ્ક્રીનવાળું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, જેની પિક્ચર ક્વોલિટી સારી છે અને તમારે મોટી રકમ ખર્ચ કરવાની જરૂર નથી, તો શાઓમી OLED વિઝન 4K આ ડીલમાં એક સરસ વિકલ્પ છે.


    Post a Comment

    Previous Post Next Post