
Women’s T20 World Cup 2024 : મહિલા ટી 20 વર્લ્ડ કપ કાર્યક્રમ, ફોર્મેટ, રેકોર્ડ સહિત બધી માહિતી
Women’s T20 World Cup 2024 : મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024માં 10 ટીમો ભાગ લેશે. ભારત તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરને શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે
Women’s T20 World Cup 2024 Date, Schedule, મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024 કાર્યક્રમ : મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. આ વખતે 10 ટીમો ભાગ લેશે. ગ્રુપ-એ માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા સામેલ છે. જ્યારે ગ્રુપ-બી માં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેલ છે. ભારત તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરને શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.
મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024 ક્યાં રમાશે. વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ શું છે? ટૂર્નામેન્ટમાં કઈ ટીમો ભાગ લેશે? ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોણ છે? અહીં 2024ના મહિલા ટી-20 વર્લ્ડ કપ વિશેની તમામ માહિતી આપવામાં આવી છે.
મહિલા ટી-20 વર્લ્ડ કપનું આયોજન ક્યારે થઈ રહ્યું છે?
વિમેન્સ વર્લ્ડ કપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે.
મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્યાં યોજાઈ રહ્યો છે?
સંયુક્ત અરબ અમિરાતમાં મહિલા વિશ્વ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી. પરંતુ દેશમાં રાજકીય અશાંતિને કારણે તેને યુએઈમાં ખસેડવામાં આવી છે. જોકે બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે તેના યજમાનીના હક્કો જાળવી રાખ્યા છે.
મહિલા ટી-20 વર્લ્ડ કપનું ફોર્મેટ શું છે?
10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપમાં દરેક ટીમ એક-બીજા સામે એકવાર રમશે અને કુલ 4 મેચ રમશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ સ્ટેજની મેચોનું આયોજન 3 થી 15 ઓક્ટોબર દરમિયાન થશે. પ્રથમ સેમિ ફાઈનલ 17મી ઓક્ટોબરે અને બીજી સેમિ ફાઈનલ 18મી ઓક્ટોબરે રમાશે, જ્યારે ફાઈનલ 20મી ઓક્ટોબરે રમાશે.
આ પણ વાંચો – ભારતે રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવા કઇ ટીમ ફેવરિટ?
મુખ્ય દાવેદારોની દરેક ચર્ચા ઓસ્ટ્રેલિયાથી શરુ થાય છે, જેણે રેકોર્ડ છ ટાઈટલ જીત્યા છે. આ વખતે પણ તે ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. જોકે ઈંગ્લેન્ડ અને ભારત બંને ટીમો છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તેઓ પણ બે ફેવરિટ ટીમોમાંથી એક છે. ડાર્ક હોર્સ શ્રીલંકા પણ હોઈ શકે છે, જેણે ચાલુ વર્ષના પ્રારંભે જ એશિયા કપ જીતીને ભારતને આંચકો આપ્યો હતો.
મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024 સંપૂર્ણ કાર્યક્રમ
8 મહિલા ટી 20 વર્લ્ડ કપ રમાયા છે
મહિલા ટી 20 વર્લ્ડ કપની શરૂઆત 2009માં થઇ હતી. અત્યાર સુધી કુલ 8 વખત ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા 6 વખત, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ 1-1 વખત ચેમ્પિયન બન્યા છે.
મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024નું લાઇવ સ્ટ્રીમિંગ
આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024 નું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.
Post a Comment