Top News

Who Is Harold Daggett: હેરોલ્ડ ડેગેટ કોણ છે, જેની પાસે એલોન મસ્ક કરતા વધારે પ્રાઇવેટ ચાર્ટ છે


Who Is Harold Daggett: હેરોલ્ડ ડેગેટ કોણ છે, જેની પાસે એલોન મસ્ક કરતા વધારે પ્રાઇવેટ ચાર્ટ છે
Harold Daggett Private Yacht: હેરોલ્ડ ડેગેટ પાસે ઇન્ટરનેશનલ લોંગશોરમેન્સ એસોસિયેશનના પ્રમુખ છે, તેની પાસે એલોન મસ્ક કરતા વધારે પ્રાઇવેટ યાર્ટ છે. (Photo: Social Media)

Who Is Harold Daggett: હેરોલ્ડ ડેગેટ કોણ છે, જેની પાસે એલોન મસ્ક કરતા વધારે પ્રાઇવેટ ચાર્ટ છે

Harold Daggett Yacht More Than Elon Musk: એલોન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે 78 વર્ષીય હેરોલ્ડ ડેગેટ તેની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલને લઇ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

Harold Daggett Have Private Yacht More Than Elon Musk: એલોન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. જો કે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ વાયરલ થઇ રહ્યો છે, જેના વિશે એમનું પણ કહેવું છે કે, તે વ્યક્તિ પાસે મારા કરતા વધારે પ્રાઇવેટ યાર્ટ છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હેરોલ્ડ ડેગેટ છે, જેઓ ઇન્ટરનેશનલ લોંગશોરમેન્સ એસોસિયેશન (આઇએલએ)ના પ્રમુખ છે.

78 વર્ષીય હેરોલ્ડ ડેગેટે પોતાની વૈભવી લાઈફસ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમને પહેલીવાર જુલાઈ 2011માં આઈએલએ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ 85000 સભ્યોના આંતરરાષ્ટ્રીય સંઘના નેતા તરીકે ચાર ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે.

સીએનએનના એક રિપોર્ટ અનુસાર, હેરોલ્ડ ડેગેટની આગેવાની હેઠળની આઇએલએ સંસ્થા અને યુનાઇટેડ સ્ટેટ્સ મેરિટાઇમ એલાયન્સ વચ્ચે વધુ સારા પગાર અને મજૂર સુરક્ષાની માંગ વિશે કરાયેલા સમજૂતી કરાર સફળ ન થયા. જે બાદ મંગળવારે હડતાળ શરૂ થઈ હતી. આ સાથે જ ઘણા વિવેચકોએ હોરેલ્ડ ડેગેટની લક્ઝુરિયલ લાઇફસ્ટાઇલ તરફ ધ્યાન દોર્યું છે.

હેરોલ્ડ ડેગેટ સોશિયલ મીડિયા પર ટ્રોલ

હેરોલ્ડ ડેગેટને તેમની પોસ્ટ વિશે જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યા છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે એક ILA પાસેથી 728000 ડોલર (અંદાજે 61 કરોડ રૂપિયાથી વધુ) અને યુનિયન શાખા માંથી 173000 ડોલર (અંદાજે 1.4 કરોડ રૂપિયાથી વધુ) ની કમાણી કરી હતી. આ આંકડા ડિપાર્ટમેન્ટ ઓફ લેબર તરફથી યુનિયન ફાઇલિંગ્સમાંથી લેવામાં આવ્યા છે. પોસ્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે હેરોલ્ડ ડેગેટે તાજેતરમાં જ તેની 76 ફૂટની યાટ વેચી હતી અને તે બેન્ટલે ચલાવે છે.

આ પોસ્ટે એલોન મસ્કનું ધ્યાન આકર્ષિત કર્યું અને તેણે તરત જ કટાક્ષ સાથે જવાબ આપ્યો. મસ્કે લખ્યું – મિત્ર પાસે મારા કરતા વધુ પ્રાઇવેટ બોટ છે! આ પોસ્ટને અત્યાર સુધીમાં 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. એટલું જ નહીં આ પોસ્ટ પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે. એટલી કમેન્ટ્સ આવી રહી છે કે પોસ્ટ આગની જેમ વાયરલ થઈ રહી છે.

એક એક્સ યુઝરે કમેન્ટમાં લખ્યું છે, અને તેઓ કહે છે કે યુનિયન લોકો માટે છે… બધા નકલી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે રાજકારણીઓ ગંદી રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે અને 330 મિલિયન લોકોને સજા આપવા તૈયાર છે જેથી તેઓ વધુ પૈસા કમાઈ શકે.


    Post a Comment

    Previous Post Next Post