Israel Hezbollah War Updates : ઇઝરાયેલના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના વડા પર ઇઝરાયેલ સામે પક્ષપાત રાખવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને દેશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ઇઝરાયેલના વિદેશ મંત્રીનું કહેવું છે કે યુએન ચીફને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું હતું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે, તેમના પર દેશ પ્રત્યે પક્ષપાત હોવાનો આરોપ લગાવ્યો હતો.
વિદેશ મંત્રી ઇઝરાઇલ કાત્ઝે કહ્યું હતું કે તેઓ એન્ટોનિયો ગુટેરેસને “પર્સોના નોન ગ્રેટા તરીકે જાહેર કરી રહ્યા છે અને કહ્યું હતું કે તેમને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવવામાં આવશે.
ઇઝરાયેલના વિદેશ મંત્રીએ શું કહ્યું
ઇઝરાયલેના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ઇઝરાયેલ પર ઇરાનના જઘન્ય હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી શકે નહીં, જેમ કે વિશ્વના લગભગ દરેક દેશે કર્યું છે, તે ઇઝરાઇલની ધરતી પર પગ મુકવાને લાયક નથી.
આ પણ વાંચો – ઇરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, યુદ્ધ થશે તો કોને ભોગવવું પડશે, દરેક સવાલના જવાબ
મંત્રીએ આગળ કહ્યું કે આ એક એવા સેક્રેટરી-જનરલ છે જેમણે હજી સુધી 7 ઓક્ટોબરના રોજ હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારોની નિંદા કરી નથી. ના તો તેમણે તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયત્નોની આગેવાની લીધી છે. હમાસ, હિઝબુલ્લાહ, હુતીઓ અને હવે ઇરાન – વૈશ્વિક આતંકના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને ટેકો આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસ પર એક દાગ તરીકે યાદ કરવામાં આવશે.
ઇઝરાયેલના મંત્રીએ કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસની સાથે કે તેમના વગર ઇઝરાયેલ પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનું અને પોતાના રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખશે.
Post a Comment