Top News

ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી

 

ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી
ગુજરાત મેટ્રો ભરતી 2024, photo - X @MetroGMRC

Gujarat metro recruitment 2024, ગુજરાત મેટ્રો ભરતીઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Gujarat metro recruitment 2024, ગુજરાત મેટ્રો ભરતીઃ ગુજરાતમાં રહેતા અને તગડા પગારની નોકરી શોધતા ઉમેદવારો માટે નોકરીની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત મેટ્રો ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત મેટ્રો ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટજનરલ મેનેજર (વિવિધ ક્ષેત્ર)
જગ્યા5
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓક્ટોબર 2024
ભરતીની વધુ વિગતો માટે અને ઓનલાઈન અરજી કરવા માટેhttps://www.gujaratmetrorail.com/careers/

ગુજરાત મેટ્રો ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)1
જનરલ મેનેજર (ટ્રેક્શન)2
જનરલ મેનેજર (સિગ્નલિંગ)1
જનરલ મેનેજર (ઇલેટ્રીકલ)1

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થા દ્વારા જે તે પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી એ ક્ષેત્રમાં એન્જીનિયરિંગ પાસ કરેલું માંગ્યું છે. આ ઉપરાંત જરૂરી અનુભવ પણ માંગવામાં આવ્યો છે. ઉમેદવારોએ આ ભરતી માટે જે તે પોસ્ટ માટે સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે જાણવા માટે આ લેખમાં આપેલા નોટિફિકેશન વાંચવા અથવા સંસ્થાની વેબસાઈટ ઉપર જઈને જાણકારી મેળવવી.

ગુજરાત મેટ્રો ભરતી માટે વય મર્યાદા

ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરના ઉમેદવારોની વય મર્યાદા વિશે વાત કરીએ તો જે તે પોસ્ટ માટે વિવિધ વય મર્યાદા માંગવામાં આવી છે.

  • કરાર પર અરજી કરવા માટે 55 વર્ષ.
  • ડેપ્યુટેશનના આધારે અરજી કરવા માટે 58 વર્ષ.
  • નિવૃત્તિ પછીના ધોરણે અરજી કરવા માટે 62 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર
જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)₹120000-₹280000
જનરલ મેનેજર (ટ્રેક્શન)₹120000-₹280000
જનરલ મેનેજર (સિગ્નલિંગ)₹120000-₹280000
જનરલ મેનેજર (ઇલેટ્રીકલ)₹120000-₹280000

પગાર ધોરણ વિશે વિગતે જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન વાંચવું


ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત મેટ્રો ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારો પહેલા સંસ્થાની વેબસાઈટની મુલાકાત લો
  • ત્યારબાદ કરિયર ઓપ્શનમાં જવું
  • જ્યાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન અને એપ્લાય નાઉ દેખાશે
  • ઉમેદવારોએ જે પોસ્ટ માટે અરજી કરાવની હોય એના પર એપ્લાય નાઉ કરવું
  • ત્યારબાદ આપેલી માહિતી ધ્યાન પૂર્વક ભરતી અને સબિમટ કરવી
  • અરજી સબિમિટ થયા પછી ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢવી


    Post a Comment

    Previous Post Next Post