Tecno Spark 30C 5G Launched : ટેક્નોએ મંગળવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ટેક્નો સ્પાર્ક 30સી કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 48MPનો પ્રાઇમરી રિયર કેમેરો, મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ અને 4જીબી રેમ આપવામાં આવી છે. ટેક્નો સ્પાર્ક 30 સી માં 5000 એમએએચની મોટી બેટરી અને ડોલ્બી એટમોસ સંચાલિત ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે. જાણો લેટેસ્ટ ટેકનો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો.
ટેકનો સ્પાર્ક 30સી 5જી સ્માર્ટફોન કિંમત
ટેકનો સ્પાર્ક 30સીના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 10,499 રૂપિયામાં લઈ શકાય છે. ફોનને ઓરોરા ક્લાઉડ, અજ્યોર સ્કાય અને મિડનાઇટ શેડો કલરમાં લઇ શકાય છે.
ટેકનો સ્પાર્ક 30સી 5જી સ્માર્ટફોન ફિચર્સ
ટેક્નો સ્પાર્ક 30 સી 5 જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચ એચડી (720 x 1,600 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 ચિપસેટ છે. ફોનમાં 4 જીબી રેમ સાથે 128 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. રેમને વર્ચ્યુઅલ રીતે 4 જીબી સુધી એક્સપેંડ કરી શકાય છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હાઇઓએસ 14 સાથે આવે છે.
આ પણ વાંચો – iPhone 13 પર હજુ પણ મળી રહી છે ધમાકેદાર ઓફર, આટલી ઓછી કિંમતમાં તમારો થઇ જશે આઇફોન
ફોટોગ્રાફી માટે ટેક્નો સ્પાર્ક 30સી 5જીમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર છે જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ડોલ્બી એટમોસ સંચાલિત ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ મળે છે.
ટેક્નો સ્પાર્ક 30 સી ને પાવર આપવા માટે 5000 એમએએચની બેટરી છે જે 18 ડબ્લ્યુ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં ડ્યુઅલ 5જી, 4જી, વાઇ-ફાઇ, એનએફસી, યુએસબી ટાઇપ-સી અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ આઈપી 54 રેટિંગ સાથે આવે છે અને તેનું વજન 189.2 ગ્રામ છે.
Post a Comment