Top News

Solar Eclipse 2024: સૂર્યગ્રહણ કેટલા વાગે થશે, ભારતમાં દેખાશે કે નહીં, જાણો રાશિઓ પર કેવી અસર થશે


Solar Eclipse 2024: સૂર્યગ્રહણ કેટલા વાગે થશે, ભારતમાં દેખાશે કે નહીં, જાણો રાશિઓ પર કેવી અસર થશે
Solar Eclipse 2024: સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે, જે વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ છે.

Solar Eclipse 2024: સૂર્યગ્રહણ કેટલા વાગે થશે, ભારતમાં દેખાશે કે નહીં, જાણો રાશિઓ પર કેવી અસર થશે

Solar Eclipse 2024 Locations: વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, સૂતક કાળ પાળવું પડશે કે નહીં અને રાશિઓ પર અસર વિશે વિગતવાર જાણો

Solar Eclipse Visibility: સૂર્યગ્રહણ એક ખગોળિય ઘટના છે. 2024નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર થઇ રહ્યું છે. હિંદુ પંચાગ અનુસાર આ તારીખે ભાદવરી અમાસ પણ છે, જેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. વર્ષનું આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે. સૂર્યગ્રહણની તમામ વ્યક્તિઓના જીવન પર સારી અને ખરાબ અસર પણ થાય છે. ગ્રહણ હોય ત્યારે સૂતક પાળવું પડે છે. ચાલો જાણીયે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને રાશિઓ ઉપર કેવી અસર થવાની છે.

સૂર્ય ગ્રહણ (સૂર્ય ગ્રહણ) 2024 તારીખ, ભારતમાં સમય: અહીં તપાસો

જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. જ્યાં તે કેતુ સાથે યુતિ કરશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે, કારણ કે ગ્રહણ સમયે આકાશમાં રિંગ ઓફ ફાયર દેખાશે. આવો જાણીએ ગ્રહણના સમય સંબંધિત દરેક જાણકારી

Solar Eclipse 2024 Date : સૂર્ય ગ્રહણ 2024 તારીખ

ભારતીય સમય અનુસાર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 9:13 વાગ્યે શરૂ થશે, જે 3 ઓક્ટોબરે સવારે 3:17 વાગ્યે સમાપ્ત થશે. આમ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો આશરે 6 કલાક અને 3 મિનિટનો રહેશે. દ્રિક પંચાગ મુજબ આ સૂર્યગ્રહણ ભાદરવી અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસ પર થઇ રહ્યું છે. આ સૂર્યગ્રહણ રાતના સમયે થઇ રહ્યું છે, આથી ભારતમાં જોવા નહીં મળે. તેથી, સુતક કાળો માન્ય રહેશે નહીં.

Surya Grahan 2024 Sutak Kaal : સૂર્ય ગ્રહણ 2024 સુતક કાળ

તમને જણાવી દઇયે કે, સૂર્યગ્રહણ શરૂ થવાના લગભગ 12 કલાક પહેલાં સુતક કાળ શરૂ થાય છે. સુતક કાળ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ અને સારા કાર્ય કરવા વર્જિત હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણ રાત્રે થઈ રહ્યું છે, જે ભારતમાં દેખાશે નહીં. તેથી, સુતક કાળ માન્ય રહેશે નહીં.

સૂર્યગ્રહણ ક્યા દેખાશે

તમને જણાવી દઇયે કે, વર્ષ 2024નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેથી સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો ઉપરાંત આર્કટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફિજી, ચિલી, પેરુ, પેરુ, હોનોલુલુ, બ્યૂનો આયર્સ, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી દેખાશે.

Surya Grahan 2024 Horoscope: સૂર્ય ગ્રહણની તમામ રાશિના જાતકો પર અસર – photo – freepik

Surya Grahan 2024 Rashifal : સૂર્યગ્રહણ ની રાશિફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ સમયે સૂર્ય કન્યા રાશિમાં બિરાજમાન રહેશે, જ્યાં બુધ અને કેતુ પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગ સાથે બુધાદિત્ય યોગ અને સૂર્ય-કેતુની યુતિ બનશે. આથી 12 રાશિઓના જીવન પર કોઇને કોઇ રીતે ચોક્કસ અસર થશે. સૂર્યગ્રહણના દિવસે વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધન લાભ પણ મળી શકે છે. બીજી બાજુ મેષ, મિથુન અને કર્ક રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે તેમને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)


    Post a Comment

    Previous Post Next Post