Top News

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે


વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (ફાઇલ ફોટો)

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે

S Jaishankar travel to Pakistan : ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. આ વખતે SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.

S Jaishankar travel to Pakistan : વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. જયશંકરની પાકિસ્તાનની મુલાકાત નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચેના વણસેલા સંબંધોના લાંબા સમય પછી થઇ રહી છે. છેલ્લે ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. આ પછી ભારતના કોઇ મંત્રીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.

અગાઉ ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં SCOની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. આ વખતે SCOની અધ્યક્ષતા પાકિસ્તાન પાસે છે.

વિદેશ મંત્રી એસ જયશંકર ગયા વર્ષે બિશ્કેકમાં પણ હાજર રહ્યા હતા

2017થી છેલ્લા સાત વર્ષમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી અથવા રક્ષા મંત્રીના સ્તરે કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા વર્ષે બિશ્કેકમાં ભાગ લીધો હતો. 2020માં જ્યારે ભારતે SCO બેઠકનું વર્ચ્યુઅલ રીતે આયોજન કર્યું હતું, ત્યારે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પાકિસ્તાનના વિદેશ બાબતોના સંસદીય સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા ભારત તરફથી તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજરી આપી ચૂક્યા છે.

આ પણ વાંચો – ભારત પાસે પણ ઇઝરાયેલ જેવું ‘સુરક્ષા કવચ’?

SCO માં આ દેશો છે સભ્ય

SCO માં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતે ગયા વર્ષે SCO સમિટનું વર્ચ્યુઅલ આયોજન કર્યું હતું. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.

જોકે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી મે 2023માં ગોવામાં SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની વ્યક્તિગત બે-દિવસીય બેઠકમાં હાજરી આપવા માટે ભારતની મુલાકાત લીધી હતી. જે લગભગ 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી હતા.


    Post a Comment

    Previous Post Next Post