Safai Karmchari Bharti Gujarat 2024:નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 21,100 થી શરુ
Safai Karmchari Bharti Gujarat 2024:નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 21,100 થી શરુ: જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Safai Karmchari Bharti Gujarat 2024
સંસ્થા | વિજલપોર નગરપાલિકા |
પદ | સફાઈ કામદાર |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 13 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.navsarivijalporemunicipality.in/ |
પદોના નામ
- ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સફાઈ કામદારની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
ખાલી જગ્યા
- Safai Karmchari Bharti Gujarat 2024 જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સફાઈ કામદારની કુલ 94 ખાલી જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે જેમાં મહિલાઓ માટે 30, વિકલાંગ ઉમેદવારો માટે 07 તથા માજી સૈનિક ઉમેદવારો માટે 09 જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે.
શેક્ષણિક લાયકાત
- મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં અરજી કરવા માટે જે લોકોને લખતા વાંચતા આવડતું હોય એવા તમામ ઉમેદવારો પોતાની અરજી પહોંચાડી શકે છે.
વયમર્યાદા
- Safai Karmchari Bharti Gujarat 2024 આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- વિજલપોર નગરપાલિકાની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
મહત્વની તારીખો
ભરતીની જાહેરાત તારીખ | 13 સપ્ટેમ્બર 2024 |
છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2024 |
અરજી ફી
- Safai Karmchari Bharti Gujarat 2024 સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે.
Safai Karmchari Bharti Gujarat 2024:અરજી પ્રક્રિયા
- વિજલપોર મ્યુનિસિપાલિટીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી જશે તે ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી નગરપાલિકાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પંહોચડવાનું સરનામું – ચીફ ઓફિસર, નવસારી વિજલપોર નગરપાલિકા, સરદાર પટેલ ભવન, દુધિયા તળાવ, નવસારી. જી. નવસારી- 396445 છે.
મહત્વની લિંક
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Post a Comment