Top News

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું – હિન્દુઓએ જાતિ, ભાષા છોડીને એકજુટ રહેવું જોઈએ


RSS ચીફ મોહન ભાગવતે કહ્યું – હિન્દુઓએ જાતિ, ભાષા છોડીને એકજુટ રહેવું જોઈએ
Mohan Bhagwat Rss Chief: રાષ્ટ્રય સેવક સંધ (RSS) વડા મોહન ભાગવત. (Image: @RSSorg)

RSS Chief Mohan Bhagwat : ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વિશે વાત કરતાં આરએસએસના વડાએ કહ્યું હતું કે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા તેની તાકાત પર આધારિત છે. સાથે જ વિદેશમાં રહેતા ભારતના નાગરિકોની સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તેમનો દેશ મજબૂત હોય.

RSS Chief Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઆરએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર હિન્દુઓને લઇને મોટું નિવેદન આપ્યું છે. હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક અસમાનતાઓને દૂર કરીને પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. આરએસએસના વડાએ સમજાવ્યું કે સમાજ કેવો હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે એવા સમાજનું નિર્માણ થવું જોઈએ જ્યાં સંગઠન, સદ્ભાવના અને શ્રદ્ધા હોય. લોકોમાં શિસ્ત હોવી જોઈએ. આ ઉપરાંત દેશ પ્રત્યેની તમારી જવાબદારીને સમજે અને ઉદ્દેશો પ્રત્યે સમર્પિત રહો

મોહન ભાગવતે કહ્યું – ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે

આરએસએસના વડા મોહન ભાગવત રાજસ્થાનમાં સ્વયંસેવક સભાના કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. હિંદુ સમાજે ભાષા, જાતિ અને ક્ષેત્રીય વિવાદોનો અંત લાવીને પોતાની સુરક્ષા માટે એક થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુઓ દરેકને પોતાના માને છે અને દરેકને ગળે લગાવે છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે સમાજની રચના માત્ર વ્યક્તિઓ અને તેમના પરિવારો દ્વારા જ નથી થતી, પરંતુ જે મોટી ચિંતાઓ છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આરએસએસ જે રીતે કામ કરે છે તે વિચારધારા આધારિત છે. મોહન ભગતે સ્વયંસેવકોને સમુદાયોમાં સંપર્ક જાળવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સમાજને સશક્ત બનાવીને સમુદાયની ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ.

આ પણ વાંચો – ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપે કર્યા 5 મોટા વાયદા, યુવાઓ, મહિલાઓ માટે ખાસ જાહેરાત

સ્વયંસેવકોએ હંમેશા સક્રિય રહેવું જોઈએ – મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે આપણું ધ્યાન ન્યાય, આરોગ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર કેન્દ્રિત હોવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વયંસેવકોએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને પરિવારોમાં સંવાદિતા, પર્યાવરણીય જાગૃતિ, સ્વદેશી મૂલ્યો અને નાગરિકોની ચેતનાને પ્રોત્સાહન આપવું જોઈએ, જે સમાજ માટે મૂળભૂત બાબતો છે.

ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વિશે વાત કરતાં આરએસએસના વડાએ કહ્યું હતું કે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા તેની તાકાત પર આધારિત છે. સાથે જ વિદેશમાં રહેતા ભારતના નાગરિકોની સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તેમનો દેશ મજબૂત હોય.


    Post a Comment

    Previous Post Next Post