Top News

Ratan Tata Net Worth: રતન ટાટા પાસે કેટલી સંપત્તિ હતી? ભારતની પ્રથમ સ્વદેશી કાર બનાવી, લાખેણી કાર લોન્ચ કરી

 

Ratan Tata Net Worth: રતન ટાટા પાસે કેટલી સંપત્તિ હતી? ભારતની પ્રથમ સ્વદેશી કાર બનાવી, લાખેણી કાર લોન્ચ કરી
Ratan Naval Tata Death: રતન નવલ ટાટાનું 9 ઓક્ટોબર 2024ના રોજ નિધન થયું છે. (Photo: @RNTata2000)

Ratan Tata Net Worth Assets Properties: રતન ટાટાનું નિધન થયું છે. ટાટા ગ્રૂપને સફળતાના શિખરે પહોંચાડનાર રતન ટાટા હંમેશાં માત્ર નફો કમાવવા વિચારતા ન હતા, તેઓ સામાજિક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ હતા.


Ratan Tata Net Worth: રતન ટાટાનું નિધન થયું છે. રતન ટાટા એ 9 ઓક્ટોબરના રોજ મોડી રાતે દુનિયાને અલવિદા કહી દીધું હતું. ટાટા ગ્રૂપના વડા અને ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી રતન નવલ ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરે એક સત્તાવાર નિવેદન જારી કરીને રતન ટાટાના નિધનની જાણ કરી છે. રતન ટાટાએ ટાટા ગ્રૂપને નવી ઉંચાઈઓ અને સફળતા શિખર પર પહોંચાડ્યું છે.


Ratan Tata Birthday : રતન ટાટા જન્મ

રતન ટાટાનો જન્મ વર્ષ 1937માં 28 ડિસેમ્બરના રોજ મુંબઇ સ્થિત એક પારસી પરિવારમાં થયો હતો. વર્ષ 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરનાર રતન ટાટા 1961માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા. રતન ટાટાએ પોતાની કમાણીનો 65 ટકા હિસ્સો દાનમાં આપી દીધો હતો. રતન ટાટાએ પોતાની પાછળ એક વિશાળ ઉદ્યોગ સામ્રાજ્ય છોડીને ગયા છે. આવો તમને જણાવીએ રતન ટાટાની નેટવર્થ, બિઝનેસ અને પર્સનલ લાઇફ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

  • રતન ટાટાનો જન્મ 1937માં જાણીતા પારસી ટાટા પરિવારમાં થયો હતો.
  • તેમના પિતા નવલ ટાટા અને માતા સુની ટાટા હતા.
  • નાની ઉંમરમાં જ તેમણે પોતાના પારિવારિક વ્યવસાયની કમાન સંભાળી લીધી હતી.
  • તેમણે પ્રખ્યાત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી સાથે સ્નાતક થયા.
  • રતન ટાટા 1962૨ માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા અને ધીમે ધીમે તેમણે તેમની કુશળતા અને જૂથમાં જુદા જુદા અનુભવોને પ્રતાપે પ્રગતિ હાંસલ કરી હતી. આ સમયે તેઓ જમશેદપુરની ટાટા સ્ટીલ ફેક્ટરીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.
  • 1991માં તેમને ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Ratan Naval Tata Passed Away: રતન ટાટાનું નિધન
Ratan Naval Tata Passed Away: રતન ટાટાનું નિધન – photo – Social media

રતન તાતાના જીવનમાં સૌથી મોટી સિદ્ધિ ત્યારે મળી જ્યારે તેમણે બ્રિટનની ત્રણ કંપનીઓ – ટેટલી (Tetley), કોરસ (Corus), જગુઆર (Jaguar)ને હસ્તગત કરી હતી. આ બિઝનેસ ડીલથી રતન ટાટાએ માત્ર ટાટા ગ્રૂપને જ નહીં પરંતુ ભારતને પણ વૈશ્વિક બિઝનેસ વર્લ્ડમાં એક નવી ઓળખ અપાવી હતી.

1996માં એક ક્રાંતિકારી નિર્ણય લેતા રતન ટાટાએ ટેલિકોમ બિઝનેસમાં પગ મૂક્યો અને ટાટા ટેલિસર્વિસીસની શરૂઆત થઈ.

રતન ટાટાએ 1998માં ભારતની પ્રથમ સ્વદેશી મેડ ઇન ઇન્ડિયા પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. પોતાની આઈકોનિક ડિઝાઈન અને સસ્તી કિંમતના કારણે ટાટા ઈન્ડિયાએ ભારતમાં ઘણી લોકપ્રિયતા મેળવી અને ટાટા મોટર્સને નવું સ્થાન અપાવ્યું.

2002માં ટાટા સન્સે વીએસએનએલ (VSNL) હસ્તગત કરી અને ટાટા કમ્યુનિકેશન્સની રચના કરવામાં આવી.

2008માં ટાટાએ ભારતમાં સામાન્ય ભારતીય કારનું સપનું પૂરું કરવાનું વચન પૂરું કર્યું હતું અને ટાટા નેનો કાર 1 લાખ રૂપિયામાં લોન્ચ કરી હતી.

2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ ટાટા ગ્રૂપને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. આ પછી, તેમણે ભારતમાં ગરીબ લોકોના જીવનધોરણને સુધારવા માટે ટાટા ટ્રસ્ટ્સ સાથે કામગીરી કરી.


રતન ટાટા નેટ વર્થ (Ratan Tata Net worth)

રતન ટાટા પોતાના પાછળ કરોડો રૂપિયાનું સંપત્તિ છોડતા ગયા છે. રતન ટાટાની નેટવર્થ 3800 કરોડ રૂપિયા હતી અને IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022ની યાદીમાં તેમને 421મું સ્થાન મળ્યું હતું.


Tata Nano Car : લાખેણી કારનું સપનું

રતન ટાટાની વાત થશે ત્યારે ટાટા નેનો કારનો ઉલ્લેખ થશે. રતન ટાટાની વિચારસરણી હંમેશાં માત્ર નફો કમવવા માટે ન હતી. તેઓ સામાજિક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ હતા. આ વિઝનને કારણે તેમણે ટાટા નેનો જેવી સસ્તી કારનું સપનું જોયું અને તેને પૂર્ણ કર્યું. 1 લાખ રૂપિયામાં આવતી ટાટા નેનો કાર માત્ર રસ્તા પર દોડતી ન થઇ પરંતુ હરીફોને પણ બજેટ કાર બજારમાં રજૂ કરવા માટે મજબૂર કરી દીધા હતા. ટાટાની આઇકોનિક ટાટા ઇન્ડિકાએ પણ ભારતીય કાર તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી હતી.


રતન ટાટા એ લગ્ન કેમ ન કર્યા

ભારતના સૌથી મોટા બિઝનેસમેન રતન ટાટા એ લગ્ન કર્યા ન હતા. એક વખત એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જ કહ્યું હતું કે, તેઓ 4 વાર લગ્ન કરવાના હતા પરંતુ કોઇ કારણસર આવું થઇ શક્યું નહીં. તેમણે જણાવ્યું કે 1962માં તેમને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો અને લગ્ન કરવાના હતા પરંતુ ભારત ચીન યુદ્ધ બાદ યુવતીના પરિવારે તેમને ભારત આવવાની ના પાડી દીધી હતી. જેના કારણે લગ્ન થઈ શક્યા નહીં.


    Post a Comment

    Previous Post Next Post