Rakul Preet Singh | રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. આજે એકટ્રેસ પોતાનો 33 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. રકુલનો જન્મ 10 ઓક્ટોબર 1990 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. રકુલ હંમેશા અભિનેત્રી બનવાનું સપનું જોતી હતી. તેણે અભ્યાસ પૂર્ણ કરતા પહેલા જ 18 વર્ષની ઉંમરે એક મોડેલ તરીકે તેની સફર શરૂ કરી હતી. આ સિવાય રકુલ સ્પોર્ટ્સમાં પણ આગળ છે તે નેશનલ લેવલ પર પણ ગોલ્ફ રમી ચુકી છે. અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં એકટ્રેસ વિશે વધુમાં જાણો,
રકુલ પ્રીત સિંહ કરિયર (Rakul Preet Singh Career)
રકુલે તેના કરિયરની શરૂઆત નાની ઉંમરે કરી હતી. 18 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યા બાદ તેણે 2009માં કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી રકુલે ફિલ્મોમાંથી બ્રેક લઈને પોતાનો અભ્યાસ પૂરો કરવાનું નક્કી કર્યું હતું. 2011 માં, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રકુલ ફરી એકવાર ફિલ્મોમાં આવી અને રકુલનું તે સ્ટેપ ખૂબ જ રોમાંચક હતું. અભિનેત્રીને તેલુગુ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. તેને 2012ની તમિલ ફિલ્મ ‘થડૈયારા થાક્કા’માં સહાયક ભૂમિકા ભજવવાની તક મળી હતી. 2013 માં, અભિનેત્રીને તમિલ ફિલ્મ ‘પુથગમ’ અને તેલુગુ ફિલ્મ ‘વેંકટાદ્રી એક્સપ્રેસ’માં કાસ્ટ કરવામાં આવી હતી અને બંને ફિલ્મો સફળ રહી હતી. આ સાથે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો 61મો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
રકુલે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાળપણથી જ તેનું સપનું હિન્દી ફિલ્મોમાં કરિયર બનાવવાનું હતું. દક્ષિણમાં તેમનું કામ એક સુંદર સંયોગ છે. સાઉથ સિનેમામાં પોતાનો ઝંડો લહેરાવ્યા બાદ રકુલે 2014માં ફિલ્મ ‘યારિયાં’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી રકુલે પોતાની શાનદાર એક્ટિંગથી બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. રકુલ ‘દે દે પ્યાર દે’, ‘અટેક’, ‘થેંક ગોડ’, ‘કટપુતલી’, ‘અય્યારી’ જેવી અન્ય બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
રકુલ પ્રીત સિંહ લવ સ્ટોરી (Rakul Preet Singh Love Story)
રકુલ પ્રીત સિંહ ના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેણે તાજેતરમાં જ જેકી ભગનાની સાથે લવ મેરેજ કર્યા હતા. રકુલ અને જેકી ભગનાનીની આ સુંદર સફર લોકડાઉન દરમિયાન શરૂ થઈ હતી. બંને એકબીજાના પડોશી હતા અને લોકડાઉન દરમિયાન તેમની મિત્રતા વધી હતી. રકુલ અને જેકીએ 2021 માં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. આ કપલ ઘણીવાર તેમના સંબંધો દરમિયાન ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતું હતું. આ કપલે 21 ફેબ્રુઆરી 2024 ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા.
રકુલ પ્રીત સિંહ ની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, રકુલ હાલમાં અજય દેવગન સાથે તેની હિટ હિન્દી ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2025ના ઉનાળામાં રિલીઝ થવાની છે. ફેન્સ રકુલ પ્રીત સિંહને ફરી એકવાર સ્ક્રીન પર જોવા આતુર છે.
Post a Comment