Rajinikanth Health Update : રજનીકાંત (Rajinikanth) ને સોમવારની મોડી રાત્રે પેટમાં તીવ્ર દુખાવો થતાં ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમની પત્ની લતાએ તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપીને તેમને આશ્વાસન આપ્યું છે. જેલર અભિનેતાને પેટમાં દુ:ખાવો થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે પુષ્ટિ કરવામાં આવી છે કે અભિનેતા એક વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. જે આજે મંગળવારે સુનિશ્ચિત કરવામાં આવશે.
રજનીકાંત સફળતાપૂર્વક ઇલેકટીવ પ્રક્રિયામાંથી પસાર થયા જે દરમિયાન તેમના પેટના નીચેના ભાગની નજીક “સ્ટેન્ટ” મૂકવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર શ્રીધર પિલ્લઈ દ્વારા થલાઈવરના સ્વાસ્થ્ય અંગેના નવીનતમ અપડેટ મુજબ કેથ લેબમાં ત્રણ એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલમાં, તેમની હાલત સ્થિર છે અને તેને ટેસ્ટિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. આગામી 2-3 દિવસમાં તેઓ સ્વસ્થ થઈ જશે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
આ પણ વાંચો: ગોવિંદાને પગમાં ગોળી વાગી, રિવોલ્વર સાફ કરતા થયો અકસ્માત, હાલત સ્થિર
આ દરમિયાન, સવારથી જ સોશિયલ મીડિયા પર રજનીકાંતની તબિયતના અહેવાલોથી ધમાલ મચી ગઈ છે. તેના ચાહકો ચિંતિત હતા અને તેઓએ તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. હવે, તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે કેથ લેબમાં સફળ પ્રક્રિયા બાદ અભિનેતાની તબિયત સ્થિર છે.
વર્ષ 2020 માં રજનીકાંતને થાક અને હાયપરટેન્શનના કારણે બ્લડ પ્રેશરમાં ફેરફારને કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ બાદમાં તેમને રજા આપી અને એક અઠવાડિયાનો આરામ સૂચવ્યો હતો. થલાઈવરનું તે જ વર્ષે COVID-19 માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઇન કરી લીધા હતા.
આ પણ વાંચો: મિથુન ચક્રવર્તી ને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
અભિનેતાએ પણ 2016 માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. 2021 માં, તેમને ચેન્નાઈની ખાનગી સુવિધામાં કેરોટીડ ધમની રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રક્રિયા કરાવવાની સલાહ આપવામાં આવી હતી.
રજનીકાંતના વર્કફ્રન્ટની વાત કરીયે તો 2 ઓક્ટોબરના રોજ વેટ્ટાયનનું ટ્રેલર રિલીઝ થશે. આ દરમિયાન ફિલ્મ 10 ઓક્ટોબરે મોટા પડદા પર આવશે. થલાઈવર ઉપરાંત ફિલ્મની સ્ટાર કાસ્ટમાં મંજુ વૉરિયર, અમિતાભ બચ્ચન, ફહદનો સમાવેશ થાય છે..
Post a Comment