Navratri : નવરાત્રી (Navratri) નો તહેવાર ભારતમાં આદર અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો માતાજી પૂજા આરાધના કરે છે અને નવ દિવસ સુધી વ્રત રાખે છે. વ્રત દરમિયાન ઘણી પરંપરાગત ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક મુખ્ય છે “મોરૈયો”. તેને ઉપવાસના ચોખા પણ કહેવામાં આવે છે. મોરૈયો એક પ્રકારના પૌષ્ટિક અને હળવા ખોરાક તરીકે ઓળખાય છે, જે ઉપવાસ દરમિયાન શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે. અહીં મોરૈયાના સ્વાસ્થ્ય લાભ (Moraiyo Benefits) વિશે વાત કરી છે, અહીં જાણો
મોરૈયો ફાયદા (Sama Millets Benefits)
મોરૈયો વાસ્તવમાં ચોખા નથી, પરંતુ “મિલેટ” તરીકે ઓળખાતા બીજનો એક પ્રકાર છે. આ એક ગ્લુટેન ફ્રી અનાજ છે, જે ઉપવાસ દરમિયાન વપરાશ માટે યોગ્ય છે અને આરોગ્યપ્રદ છે. સાબુદાણા, રાજગરાનો લોટ અને સિંગોડાના લોટ જેવા અન્ય અનાજ સાથે ઉપવાસ દરમિયાન તેને મુખ્ય વિકલ્પ તરીકે લેવામાં આવે છે.
- પોષણથી ભરપૂર : મોરૈયામાં પ્રોટીન, ફાઇબર અને બી-કોમ્પ્લેક્સ વિટામીન જેવા આવશ્યક વિટામિન હોય છે. તે ઉપવાસ દરમિયાન શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
- ગ્લુટેન ફ્રી : તે ગ્લુટેન ફ્રી અનાજ છે. જે પાચન માટે હળવા છે અને ગ્લુટેન પ્રત્યે એલર્જી ધરાવતા લોકો માટે આદર્શ ઓપ્શન છે.
- વેઇટ કંટ્રોલ : મોરૈયામાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોવાથી તે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ઉપવાસ દરમિયાન વધારાની કેલરી લેવાનું ટાળવા માટે આ એક સારો વિકલ્પ છે.
- સુગર લેવલ કંટ્રોલ કરે : તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.
- પાચન સુધારે : તેમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત આપે છે.
આ પણ વાંચો: Navratri Fasting Recipe : નવરાત્રી ફરાળી રેસીપી ઉપવાસ માટે બનાવો મખાના ઢોસા
નવરાત્રિ દરમિયાન મોરૈયો કેવી રીતે ખાઈ શકાય?
મોરૈયાનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરી શકાય છે, જેમ કે મોરૈયાની ખીચડી, પુલાવ અને ઉપમા. તેમાં સાબુદાણા કે બટેટા ભેળવીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. ઉપવાસ દરમિયાન, તેને લીલા ધાણા, દહીં અને મગફળી સાથે પીરસી શકાય છે, જે તેને વધુ પૌષ્ટિક બનાવે છે.
નવરાત્રિ દરમિયાન મોરૈયો માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે ઉપવાસ દરમિયાન જરૂરી પોષણ પૂરું પાડે છે અને શરીરને ઉર્જાથી ભરેલું રાખે છે.
Post a Comment