Navratri Day 2, Maa Brahmacharini Vrat Katha: નવરાત્રી બીજું નોરતું માતા બહ્મચારિણી પૂજા વિધિ મંત્ર અને કથા જાણો
Shardiya Navratri Day 2, Maa Brahmacharini Vrat Katha: નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ - ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
Navratri Day 2, Maa Brahmacharini Vrat Katha in Gujarati: નવરાત્રીના બીજા નોતરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દ માંથી બનેલો છે. બહ્મ એટલે તપસ્યા અને ચાણિમી એટલે આચરણ કરનાર આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે. માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે.
દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ
માતા બહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે. દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે.
Maa Brahmacharini Puja Vidhi : માતા બ્રહ્મચારિણી પૂજા વિધિ
નવરાત્રીના બીજા નોતરે માતા બહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાજોઠ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. જો તમારી પાસે મા બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો તમે નવદુર્ગાનો ફોટો મૂકી શકો છો. હવે દીપ – ધૂપ અગરબત્તી કરો. માતાની ષોડશોપચાર પૂજા પણ કરો. માતાજીને પ્રસાદ ભોગમાં મિઠાઇ અને ફળ અર્પણ કરો. અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને મા બ્રહ્મચારિણીની આરતી કરો.
માતા બ્રહ્મચારિણીની પૂજા કેમ કરવી જોઇએ?
એવું માનવામાં આવે છે કે, દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ ભક્તમાં તપ – ધ્યાન કરવાની શક્તિ આવે છે. જો નવરાત્રીના દિવસે તમે મા બ્રહ્મચારિણીની પૂજા કરી રહ્યા છો તો આ વ્રત કથા જરૂર વાંચો. આવો જાણીએ આ ઝડપી વાર્તા વિશે …
દેવી બ્રહ્મચારિણીની કથા (Devi Brahmacharini Katha)
પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી દેવીનો જન્મ પર્વત રાજ હિમાલયના પુત્રીના રૂપમાં થયો હતો. નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાને કારણે તેઓ તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. હજાર વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઇ જીવ્યા અને સો વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહ્યા અને શાકભાજી પર જીવન નિર્વાહ કર્યો હતો.
ઘણા દિવસો સુધી કઠિન ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા સૂર્ય પ્રકાશનો તાપ સહન કર્યો. ત્રણ હજાર વર્ષ સુધી તેમણે બીલીપત્ર ખાધા અને શંકર ભગવાનની પૂજા કરી. આ પછી તેમણે સૂકા બિલ્વના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું. ઘણા હજાર વર્ષો સુધી તેમણે અન્ન પાણી ગ્રહણ કર્યા વગર તપસ્યા કરી. પાન ખાવાનું બંધ કરવાથી તેમને અપર્ણા નામ મળ્યું.
કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. દેવો, ઋષિઓ, સિદ્ધો, મુનિઓ સૌએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું, પ્રશંસા કરી અને કહ્યું- હે દેવી, આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ કરી નથી, તે માત્ર તમારા દ્વારા જ શક્ય હતું. તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે મળશે. હવે તપ છોડીને ઘરે પાછા ફરો. તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે. માતાની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ. માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
મા બ્રહ્મચારિણી પૂજા મંત્ર (Maa Brahmacharini Puja Mantra)
માતા બ્રહ્મચારિણી ધ્યાન મંત્રી
वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥गौरवर्णा स्वाधिष्ठानस्थिता द्वितीय दुर्गा त्रिनेत्राम।धवल परिधाना ब्रह्मरूपा पुष्पालंकार भूषिताम्॥परम वंदना पल्लवराधरां कांत कपोला पीन।पयोधराम् कमनीया लावणयं स्मेरमुखी निम्ननाभि नितम्बनीम्॥
આ પણ વાંચો | નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ
બ્રહ્મચારિણી માતાનો સ્ત્રોત પાઠ
तपश्चारिणी त्वंहि तापत्रय निवारणीम्।ब्रह्मरूपधरा ब्रह्मचारिणी प्रणमाम्यहम्॥शंकरप्रिया त्वंहि भुक्ति- मुक्ति दायिनी।शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम्॥
Post a Comment