Navratri Beauty Tips : નવરાત્રિ (Navratri) 3 ઓક્ટોબર 2024 થી નવલી નવરાત્રીની શરૂઆત થશે. આ તહેવારની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, અને અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે, મહિલાઓ ચણીયા ચોળીની ખરીદીથી લઈને સુંદર દેખાવા માટે પાર્લર જવા સુધી તૈયારીઓ કરે છે. જો કે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે ભલે પછી તે છોકરો હોય કે છોકરી.
બજારમાં આવી ઘણી પ્રોડક્ટસ ઉપલબ્ધ છે જે સ્કિનને સુંદર બનાવવાનો દાવો કરે છે, પરંતુ તે કહી શકાય નહીં કે આ ઉત્પાદનોના ઉપયોગથ સ્કિન માટે સારો છે કે નહિ. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ કેટલાક ઉપાયો વિશે જાણવા માંગે છે જે સ્કિનને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.
સુંદર દેખાવમાં માટે આપણા રસોડામાં ઘણી એવી સામગ્રી છે જે ઘરેલું ઉપચારમાં ઉપયોગી થઇ શકે છે. જે સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે, જેમાં કાચી હળદરનો ઉપયોગ પણ સામેલ છે. જો તમે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમારી સ્કિનને ચમકદાર બનાવવા ઈચ્છો છો, અહીં નવરાત્રિ માટે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે હળદરનો ઉપયોગ તમે કરી શકો છો.
આ પણ વાંચો: નવરાત્રી હેર કેર ટિપ્સ। ઓછા ખર્ચે ઘરે હેર સ્પા કરો, તમારા હેર સિલ્કી અને સાઈની થઇ જશે
હળદર અને લીમડો (Turmeric And Neem)
જો તમને તમારા ચહેરા પર ખીલની સમસ્યા હંમેશા રહેતી હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા ચહેરા પર હળદર પાઉડર અને લીમડાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તમે આ બંને ઘટકોથી મુક્ત છો કોઈપણ પ્રકારની એલર્જી નથી. હળદરનો ઉપયોગ ચહેરા પર ખીલ ફેલાવવાનું જોખમ ઘટાડે છે અને લીમડાના ઉપયોગથી પિમ્પલ્સ સાફ થાય છે.
દહીં અને હળદર પાઉડર (Curd And Turmeric Powder)
દહીં અને કાચી હળદરનો ઉપયોગ કરવાથી સ્કિન ઈન્ફેક્શન મટાડી શકાય છે અને તે ત્વચાને ચમકદાર પણ બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કાચી હળદરને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનું પાણી દહીંમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો.
આ પણ વાંચો: નવરાત્રી દરમિયાન કાચ જેવી ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? આ કોરિયન બ્યુટી ટિપ્સ અપનાવો
પરંતુ જો તમે તમારા ચહેરા પર કોઈ નવો ઘરેલું ઉપાય અજમાવવા જાઓ છો, ત્યારે તે પેસ્ટને તમારા હાથ પર લગાવવાનો પ્રયાસ કરો, તેનાથી તમને ખ્યાલ આવશે કે આ પેસ્ટ તમારા માટે સારી છે કે નહીં?
શું આપણે દરરોજ ચહેરા પર હળદર લગાવી શકીએ?
હળદરનો રોજ ચહેરા પર ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પર પીળાશ જોવા મળે છે, તેથી તેનો રોજિંદો ઉપયોગ ટાળવો જોઈએ, જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં 1 થી 2 વાર હળદરનો ઉપયોગ ચહેરા પર કરી શકો છો.
Post a Comment