NABARD Recruitment 2024: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ધોરણ-10 પાસ માટે ઓફિસ અટેન્ડન્ટની 108+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
NABARD Recruitment 2024
સંસ્થા | રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક |
પદ | ઓફિસ અટેન્ડન્ટ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 02 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.nabard.org/ |
પદોના નામ
- NABARD Recruitment 2024 આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, બેંક દ્વારા ઓફિસ અટેન્ડેન્ટની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
શેક્ષણિક લાયકાત
- NABARD Recruitment 2024 અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ કરેલ હોવું જરૂરી છે. અન્ય લાયકાત જાણવા માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવું.
વયમર્યાદા
- નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
ખાલી જગ્યા
- NABARD Recruitment 2024 સંબંધિત પ્રેસ રિલીઝ મુજબ, બેંક દ્વારા ઓફિસ અટેન્ડેન્ટની કુલ 108 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
- રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક રૂપિયા 35,000 વેતન મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે પ્રારંભિક ઓનલાઇન પરીક્ષા, મુખ્ય ઓનલાઇન પરીક્ષા તથા ભાષા પ્રાવીણ્ય પરીક્ષા (LPT) દ્વારા કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી ફી
- નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવાઓએ રૂપિયા 500 તથા એસ.સી, એસ.ટી, વિકલાંગ તથા એક્સ-સર્વિસમેન ઉમેદવારોએ રૂપિયા 50 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
મહત્વની તારીખો
ભરતીની જાહેરાત તારીખ | 01 ઓક્ટોબર 2024 |
છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2024 |
Post a Comment