Moto G75 5G launched : કંપનીએ Moto G75 5G સ્માર્ટફોનને પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં લોન્ચ કર્યો છે. Moto G75 5G લેનોવોની માલિકાના હક વાળી કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોનમાં મિલિટ્રી ગ્રેડ એમઆઇએલ-એસટીડી 810એચ રેટિંગ અને ધૂળ અને ભેજ સામે રક્ષણ મેળવવા માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.
નવા Moto G75 5Gમાં સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે. આ નવા મોટોરોલા હેન્ડસેટમાં 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને મોટોરોલાના આ નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
Moto G75 5G કિંમત
મોટો જી 75 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને યુરોપમાં 299 યુરો (લગભગ 27,000 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનને એક્વા બ્લૂ, ચારકોલ ગ્રે અને ગ્રીન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. હેન્ડસેટ લેટિન અમેરિકા અને એશિયાના પસંદગીના બજારોમાં ઉપલબ્ધ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
મોટો જી 75 5G ફિચર્સ
Moto G75 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. નવો મોટો ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. તેમાં 6.78 ઇંચની ફુલએચડી + (1,080 x 2,388 પિક્સલ) હોલ પંચ ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનનો પીક બ્રાઇટનેસ 1000 નીટ્સ અને ટપ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે. જ્યારે પિક્સલ ડેન્સિટી 387 પીપીઆઈ છે.
આ પણ વાંચો – અત્યાર સુધી સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23 FE, જાણો શું છે ઓફર
Moto G75 5G સ્માર્ટફોનમાં 4nm ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ મિલિટરી-ગ્રેડ ડ્યુરબિલિટી સર્ટિફિકેશન (એમઆઇએલ-એસટીડી 810એચ) આપવામાં આવ્યું છે. ફોનમાં IP68 રેટિંગ મળે છે જે ફોનને ડસ્ટથી બચાવવાની સાથે-સાથે તેને અંડર વોટર પ્રોટેક્શન પણ આપશે.
કેમેરાની વાત કરીએ તો Moto G75 5G સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં અપર્ચર એફ/1.79 સાથે 50 મેગાપિક્સલનો સોની એલવાયટીઆઈએ 600 પ્રાઇમરીઅને સેલ્ફી, વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ખાલી સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને વર્ચ્યુઅલ રીતે 16 જીબી સુધી વધારી શકાય છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનનું સ્ટોરેજ 1TB પણ વધારી શકાય છે.
5000mAhની બેટરી
Moto G75 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે વાયર્ડ ચાર્જિંગથી ફોન માત્ર 25 મિનિટમાં 0થી 50 ટકા સુધી ચાર્જ થઈ જશે. ડિવાઇસનું ડાઇમેંશન 166.09 x 77.24x 8.34 એમએમ વજન આશરે 205 ગ્રામ છે.
કનેક્ટિવિટી માટે મોટોરોલાના આ હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.4, જીપીએસ, એ-જીપીએસ, એનએફસી, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Moto G75 5Gમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ઇ-કંપાસ, ફ્લિકર સેન્સર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી, સેન્સર હબ અને એસએઆર સેન્સર્સ છે. ડિવાઇલમાં ડોલ્બી એટમોસ તકનીકના સપોર્ટ સાથે સ્ટિરિયો સ્પીકર્સ મળે છે.
Post a Comment