KTM Duke 200 Updated 2024 Model Launched: કેટીએમ 200 ડ્યુક ભારતમાં લોન્ચ થઇ છે. કંપનીએ આ નવી કેટીએમ 200 ડ્યુક બાઇક ઘણા નવા શાનદાર અને પાવરફુલ ફીચર્સ સાથે રજૂ કરી છે. તેમાં સૌથી પહેલા 5 ઇંચની નવી ટીએફટી સ્કીન હતી, જેને થર્ડ જનરેશન વાળી 390 ડ્યુક માંથી લેવામાં આવી છે. ઉપરાંત હવે 200 ડ્યુકમાં સ્માર્ટફોન કન્કેટિવિટી અને ટર્ન બાય ટર્ન નેવિગેશન સપોર્ટ પણ ઉપલબ્ધ છે. સાથે જ બ્લુટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે, જેનો કેટીએમ કનેક્ટ એપ્લિકેશન વડે ઉપયોગ કરી શકાય છે.
2024 KTM 200 Duke Launch Price : 2024 કેટીએમ 200 ડ્યૂક કિંમત
તમને જણાવી દઇયે કે, 2024 કેટીએમ 200 ડ્યૂક બાઇક જૂના મોડલ કરતા 5000 રૂપિયા મોંઘી છે. ભારતમાં લેટેસ્ટ કેટીએમ 200 ડ્યૂક બાઈકની કિંમત 203412 રૂપિયા એક્સ શોરૂમ છે. તે 3 રંગ વિકલ્પ – ડાર્ક ગેલવાનો, ઇલેક્ટ્રિક ઓરેન્જ અને મેટાલિક સિલ્વર રંગમાં રજૂ કરવામાં આવી છે. આ બાઇકમાં વર્ટિકલી સ્ટેક્ડ એલઇડી હેડલાઇટ પહેલા જેવી છે. સાથે જ લુક અને ડિઝાઇન મામલે ઘણી હદ સુધી હાલના મોડલ સાથે મેળ ખાય છે.
2024 KTM 200 Duke Launch Mileage : 2024 કેટીએમ 200 ડ્યૂક એન્જિન માઇલેજ
મિકેનિકલ રીતે અપડેટેડ 2024 કેટીએમ 200 ડ્યૂક બાઇકમાં કોઇ વધારે ફેરફાર જોવા મળતા નથી. કારણ કે પાવરના મામલે તેમા 199.5 સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ કુલ્ડ એન્જિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ એન્જિન 25bhp નું પાવર અને 19.3Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરવામાં સક્ષમ છે. તેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ બાઇકમાં સ્લિપર ક્લચ જોવા મળશે.
2024 KTM 200 Duke Launch Design : 2024 કેટીએમ 200 ડ્યૂક ડિઝાઇન
2024 કેટીએમ 200 ડ્યૂક બાઈકના પાર્ટ્સની વાત કરીયે તો તેમાં યુએસડી ફ્રન્ટ ફોકર્સ, મોનોશોર્ક્સ છે. આ બાઈકમાં 17 ઇંચના એલોય વ્હીલ તેમજ ફ્રન્ટ અને રિયરમાં ડિસ્ક બ્રેક સેટ અપથી સજ્જ છે.
આ પણ વાંચો | કિઆ કાર્નિવલ થી નિસાન મેગ્નાઇટ સહિત ઓક્ટોબરમાં લોન્ચ થશે આ 5 શાનદાર કાર
નવી 200 ડ્યૂકની તુલનામાં ટીવીએસ અપાચે RTR 200 4V અને સુઝુકી જિક્સર 250થી થશે. તેમા 125 ડ્યૂક અને 250 ડ્યૂક બાઈકની વચ્ચે પોઝિશન કરવામાં આવ્યું છે.
Post a Comment