Top News

Iran vs Israel military strength: ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, યુદ્ધ થશે તો કોને ભોગવવું પડશે, દરેક સવાલના જવાબ


Iran vs Israel military strength: ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, યુદ્ધ થશે તો કોને ભોગવવું પડશે, દરેક સવાલના જવાબ
ઈરાન વિ ઈઝરાયલ મીલિટરી ફોર્સ - photo - X

Iran vs Israel military strength: ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો, યુદ્ધ થશે તો કોને ભોગવવું પડશે, દરેક સવાલના જવાબ

Iran vs Israel military strength : હવે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે અને જો યુદ્ધ ફાટી નીકળે છે તો આ બંને દેશોમાં કોની પાસે વધુ મજબૂત સેના છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે.

Iran vs Israel military strength: મંગળવારે મોડી રાત્રે ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. તેલ અવીવ પર 200 થી વધુ મિસાઇલો છોડવામાં આવી છે. ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મોતનો બદલો લીધો છે અને આ લડાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ઈરાનના આ હુમલા પછી આખા ઈઝરાયલમાં લાલ સાયરન વાગવા લાગ્યા અને લોકો બચવા માટે આશ્રયસ્થાનો તરફ દોડ્યા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપી છે કે તેણે આની ભારે કિંમત ચૂકવવી પડશે.

લેબનીઝ સરકારનું કહેવું છે કે ઈઝરાયલના હુમલાના કારણે અત્યાર સુધીમાં 1000 લોકોના મોત થયા છે અને 10 લાખ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. હવે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે અને જો યુદ્ધ ફાટી નીકળે છે તો આ બંને દેશોમાં કોની પાસે વધુ મજબૂત સેના છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે.

સૈન્ય શક્તિના મામલે ઈરાન આગળ છે

ઈરાનની વસ્તી ઈઝરાયલ કરતા દસ ગણી વધારે છે. ગ્લોબલ ફાયરપાવરના 2024 ઈન્ડેક્સ મુજબ ઈરાનની વસ્તી 8,75,90,873 હતી જ્યારે ઈઝરાયલની વસ્તી 90,43,387 હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈરાનની સશસ્ત્ર દળો પશ્ચિમ એશિયાના સૌથી મોટા દળોમાં સામેલ છે. તેની પાસે ઓછામાં ઓછા 580,000 સક્રિય-ડ્યુટી સૈનિકો અને લગભગ 200,000 પ્રશિક્ષિત અનામત કર્મચારીઓ છે. તેમાં પરંપરાગત સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સૈનિકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલમાં સેના, નૌકાદળ અને અર્ધલશ્કરી દળોમાં કુલ 1,69,500 સક્રિય સૈનિકો છે. આ સિવાય અનામત દળોમાં 4,65,000 જવાનો છે જ્યારે અર્ધલશ્કરી દળોમાં 8,000 જવાનો છે.

ઈઝરાયલ પાસે આધુનિક ફાઈટર પ્લેન છે

ઈરાન સૈન્ય શક્તિના મામલામાં ભલે ઈઝરાયલથી આગળ હોય પણ શસ્ત્રોના મામલે ઈઝરાયલ આગળ છે. ઈઝરાયલ પાસે ઈરાન કરતા વધુ એર પાવર છે. ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સના ડેટા અનુસાર ઈઝરાયલ પાસે કુલ 612 એરક્રાફ્ટ છે જ્યારે ઈરાન પાસે 551 છે. ઈઝરાયલની વાયુસેનામાં F-15s, F-16s અને F-35s જેવા અત્યંત આધુનિક ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે પરંતુ ઈરાન પાસે આવા આધુનિક ફાઈટર એરક્રાફ્ટ નથી.

ઇઝરાયેલ પાસે મલ્ટી-લેયર એર ડિફેન્સ સિસ્ટમ્સ પણ છે, જેમાં આયર્ન ડોમ, ડેવિડ સ્લિંગ, એરો અને પેટ્રિઓટનો સમાવેશ થાય છે. આ બધા ડ્રોન અને મિસાઈલના હુમલાને નિષ્ફળ બનાવી શકે છે.

ઈરાનનું મિસાઈલ શસ્ત્રાગાર જબરદસ્ત છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના રિપોર્ટ અનુસાર, ઇરાન પાસે પશ્ચિમ એશિયામાં બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો સૌથી મોટો શસ્ત્રાગાર છે, જેમાં ક્રૂઝ મિસાઇલ અને એન્ટિ-શિપ મિસાઇલો પણ સામેલ છે. આ સાથે 2,000 કિલોમીટર સુધીની રેન્જવાળી બેલેસ્ટિક મિસાઈલ પણ સામેલ છે.

ઈરાન પાસે વધુ ટેન્કો છે

ગ્રાઉન્ડ પાવરની વાત કરીએ તો ઈઝરાયલ પાસે 1,370 ટેન્ક છે જ્યારે ઈરાન પાસે 1,996 છે. પરંતુ ઈઝરાયલ પાસે મેરકાવા ટેન્ક જેવી આધુનિક ટેન્ક છે. નૌકાદળની દૃષ્ટિએ ઈરાન કે ઈઝરાયલ બંને બહુ મજબૂત નથી. પરંતુ ઈરાન પોતાની નાની બોટ દ્વારા મોટા હુમલા કરી શકે છે.

ગ્લોબલ ફાયરપાવર મુજબ ઈરાન પાસે આવી 67 બોટ છે જ્યારે ઈઝરાયલ પાસે 101 છે. ઈઝરાયલ પાસે 5 સબમરીન છે જ્યારે ઈરાન પાસે આવી 19 સબમરીન છે.

ઇઝરાયેલ ન્યુક્લિયર પાવરમાં આગળ છે

પરમાણુ શક્તિના મામલે ઈઝરાયલ આગળ છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટ અનુસાર ઈઝરાયલ પાસે લગભગ 80 પરમાણુ હથિયાર છે. આમાંથી લગભગ 30 ગુરુત્વાકર્ષણ બોમ્બ છે. ગુરુત્વાકર્ષણ બોમ્બ તે છે જે વિમાન દ્વારા છોડી શકાય છે. જ્યારે અન્ય 50 ન્યુક્લિયર વોરહેડ્સ જેરીકો II મધ્યમ-અંતરની બેલેસ્ટિક મિસાઇલો દ્વારા લોન્ચ કરી શકાય છે.

ઈરાનની તાકાત તેના પ્રોક્સી મિલિશિયાનું નેટવર્ક છે

ઈરાનની સૌથી મોટી તાકાત તેનું લશ્કરી માળખું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ આ કારણે ઈરાનના હરીફ દેશો અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સીધો હુમલો નથી કરતા. ઈરાન પશ્ચિમ એશિયામાં પ્રોક્સી મિલિશિયાના નેટવર્કને હથિયાર અને તાલીમ આપે છે. આ પ્રોક્સી મિલિશિયામાં લેબનોનમાં હિઝબોલ્લાહ, યમનમાં હુથી, સીરિયા અને ઇરાકમાં મિલિશિયા જૂથો, ગાઝામાં હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ- ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો, તેલ અવીવ પર છોડી 200થી વધારે મિસાઈલ, નસરુલ્લાહના મોતનો બદલો લીધો

જો કે તેઓને ઈરાનના સશસ્ત્ર દળોનો ભાગ માનવામાં આવતો નથી, તેમ છતાં તેઓ યુદ્ધ માટે તૈયાર છે અને ઈરાન પ્રત્યે વફાદાર છે. જો જરૂર પડે તો બધા એકસાથે ઈરાનની મદદ કરી શકે છે.


    Post a Comment

    Previous Post Next Post