Life Insurance Policy Surrender Value Rules IRDAI: જીવન વીમા કંપની મનમાન રીતે ઇન્સ્યોરન્સ પોલિસી સરેન્ડર કરવા પર વધુ પૈસા કાપી શકશે નહીં. જીવન વીમા પોલિસી માટે 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ થયા છે. નવા નિયમ મુજબ લાઈફ ઇન્સ્યોરન્સની એન્ડોમેન્ટ પોલિસી નિર્ધારિત સમય પહેલા બંધ કરવા પર પોલિસીધારકને વીમા કંપની તરફથી અગાઉ કરતા વધારે રકમ મળશે.
જુના નિયમમાં જીવન વીમા પોલિસીધારકને મોટું નુકસાન થતું
જુના નિયમમાં જીવન વીમા યોજના ધારક જો નિર્ધારિત સમય પહેલા પોલિસી સરેન્ડર કરાવે તો ચૂકવેલ પ્રીમિયમની બધી રકમ જતી કરવી પડતી હતી. નવા નિયમ મુજબ વીમા પોલિસી સરેન્ડર કરતી વખતે ચૂકવેલ પ્રીમિયમની અમુક રકમ પરત મળશે.
આ નિયમ જીવન વીમા યોજનાની એન્ડોમેન્ટ પોલિસી માટે છે. એન્ડોમેન્ટ પોલિસી એટલે એવી પોલિસી જેમા વીમાની સાતે કમ્પોનેન્ટ પણ હોય છે. નવા નિયમ લાગુ થવાથી એન્ડોમેન્ટ પોલિસીમાં વીમા કંપનીઓનું માર્જિન ઘટી જશે. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે નવા નિયમ યુલિપ અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પર લાગુ થશે નહીં.
વીમા કંપનીઓ દ્વારા નવા નિયમનો વિરોધ
વીમા નિયામક ઈરડા દ્વારા નવા નિયમનો ડ્રાફ્ટ રજૂ કરાયા બાદ મે અને જૂનમાં મોટાભાગની જીવન વીમા કંપનીઓએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવુ હતુ કે, નવા નિયમથી તેમની એસેટ લાયાબિલિટીનું સંતુલન બગડી શકે છે, કારણ કે, વીમા યોજના લાંબા ગાળાની હોય છે. તેનાથી વીમા કંપનીઓને લિક્વિડિટી મળે છે. વીમા કંપનીઓએ એવી દલીલ કરી હતી કે, નવા નિયમની ખરાબ અસર એવા પોલિસીધારકો પર થશે જે વીમા યોજના પરિપક્વ થાય ત્યાં સુધી ચાલુ રાખે છે, તેનું રિટર્ન ઘટી શકે છે.
ઈન્સ્યોરન્સ પોલિસીધારકને નવા નિયમથી ફાયદો
અમુક વીમા કંપનીઓએ નવા નિયમને આવકાર્યા છે. તેમનું કહેવુ છે કે, તેનાથી પોલિસીધારકને ફાયદો થશે. તેનું કારણ એ છે કે, મોટાભાગની વીમા પોલિસી શરૂ થવાના વર્ષોમાં બંધ થઇ જાય છે. એક ગણતરી અનુસાર, ગ્રાહકે એવી એન્ડોમેન્ટ પોલિસી ખરીદી છે કે જેનું વાર્ષિક પ્રીમિયમ 1.2 લાખ રૂપિયા છે. આ પોલિસી 10 વર્ષની છે અને તેમાં 5 વર્ષ સુધી જ પ્રીમિયમ ચૂકવવાનું છે. નવા નિયમ મુજબ આ પોલિસીનો પ્રથમ પ્રીમિયમ ચૂકવ્યાબાદ સરેન્ડર કરવા પર 1.06 લાખ રૂપિયા પરત મળશે. અગાઉ વીમા પોલિસી સરેન્ડર કરવા પર ગ્રાહકને એક રૂપિયો પણ મળતો ન હતો.
Post a Comment