Confirm Train Ticket Booking In Diwali: રેલવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવવી ઘણી વખત મુશ્કેલ હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવાર અને ઉનાળાના વેકેશનમાં ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળતી નથી. આવી સ્થિતિમાં તત્કાલ ટિકિટ લેવી પડે છે, જે મોંઘી પડે છે. જો તમે દિવાળીમાં પોતાના ઘરે કે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમે અમુક ટેકનિકનો ઉપયોગ કરી સરળતાથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવે દ્વારા પણ પેસેન્જરની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
Alternate Train Accommodation Scheme : ઓલ્ટનેટ અકમડેશેન સ્કીમ
ભારતીય રેલવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ટ્રેન ટિકિટ બુક કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રોસેસનું નામ છે ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમ (Alternate Train Accommodation Scheme – ATAS) છે. આ સ્કીમ વિકલ્પ યોજના નામે શરૂ કરી છે.
વિકલ્પ યોજના શું છે? (What Is Alternate Train Accommodation Scheme – ATAS)
વિકલ્પ યોજના (Alternate Train Accommodation Scheme – ATAS)નો ઉદ્દેશ્ય ટ્રેન મુસાફરોને તેના પ્રવાસ માટે વધુમાં વધુ કન્ફર્મ ટ્રેન ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યારે કોઇ વ્યક્તિ કોઇ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ બુક કરાવે છે તો ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમ પસંદ કરી તે પ્રવાસ માટે અન્ય ઉપલબ્ધ ટ્રેનોમાં સીટ મેળવી શકે છે. આ યોજના એવા ટ્રેન મુસાફરો માટે બહુ ઉપયોગી છે જેમણે બહાર જવા માટે તાત્કાલિક ટ્રેન ટિકિટ બુક કરાવી છે પણ વેઇટિંગ ટિકિટ મળી છે.
વિકલ્પ યોજનાનો ફાયદો કેવી રીતે ઉઠાવવો?
ઓનલાઇન ટ્રેન ટિકિટ બુક કરતી વખતે તમને ઓલ્ટરનેટ એકોમોડેશન યોજનાની જાણકારી આપમેળે મળી જશે. ટિકિટ બુક કરતા સમયે વિકલ્પ યોજનાના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આ યોજનામાં તમે એક સાથે 7 ટ્રેનની પસંદગી કરી શકો છો, જે તમારા ડેસ્ટિનેશન પર 30 મિનિટ થી 72 કલાકની અંદર ઉપલબ્ધ થશે. જો તમારી પસંદ કરાયેલી ટ્રેનમાં કન્ફર્મ સીટ ઉપલબ્ધ નથી તો, તમને બીજી અન્ય ટ્રેનમાં સીટ મળી જશે.
અલબત્ત, ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમ પસંદ કરવાનો અર્થ એ નથી કે તમને ચોક્કસ પણે કન્ફર્મ ટિકિટ મળશે. આ બાબત સંપૂર્ણપણે ટ્રેનમાં સીટની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે. આ યોજના ટ્રેન મુસાફરી વધુ સુવિધાજનક બનાવવા માટે લાગુ કરવામાં આવી છે. જો તમારી પાસે વેઇટિંગ ટિકિટ છે અને તમારે બહાર જવું જરૂરી છે, તો તમે ઓલ્ટરનેટ એકોમોડેશન સ્કીમનો ફાયદો ઉઠાવી તમારી ટ્રેન મુસાફરીને આરામદાયક બનાવી શકો છો.
Post a Comment