Top News

IND-W Vs PAK-W Match : ભારત અને પાકિસ્તાન મેચ, અહીં જાણો દુબઈની પીચ રીપોર્ટ અને હવામાન કેવું રહેશે?


IND-W Vs PAK-W Match : ભારત અને પાકિસ્તાન મેચ, અહીં જાણો દુબઈની પીચ રીપોર્ટ અને હવામાન કેવું રહેશે?
ભારત વિ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ દુબઈની પીચ અને હવામાન રીપોર્ટ photo - X @ICC

IND-W Vs PAK-W Match Pitch Report, Weather: IEC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે 6 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.

IND-W Vs PAK-W Match: IEC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે 6 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ન્યુઝીલેન્ડ સામેની નિરાશાજનક હાર બાદ ભારતીય ટીમ તેના ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ના અભિયાનને પાટા પર લાવવા માટે મક્કમ હશે.

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની છેલ્લી મેચમાં 161 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી તરફ ફાતિમા સનાની કપ્તાનીમાં પાકિસ્તાને લો સ્કોરિંગ મેચમાં શ્રીલંકા સામેની જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.

બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ મહિલા એશિયા કપ 2024 દરમિયાન થઈ હતી, જેમાં ભારત સાત વિકેટે જીત્યું હતું. મહિલા ક્રિકેટની દુનિયામાં સર્વોપરી બનવાની દાવેદારી કરી રહેલા બે કટ્ટર હરીફો વચ્ચે ભારત અને પાકિસ્તાનની મેચ એક રોમાંચક મુકાબલો બનવા જઈ રહી છે.

પિચ રિપોર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર મહિલા T20 વર્લ્ડ કપ 2024ની બે રોમાંચક મેચો રમાઈ છે, જેમાંથી એકમાં ભારતનો અણધાર્યો પરાજય થયો હતો.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ થોડી ધીમી પ્રકૃતિની હોવાનું જાણીતું છે અને તે જૂના બોલ સાથે અટકી જવાના સંકેતો દર્શાવે છે, જે તેને બંને ટીમોના સ્પિનરો માટે અનુકૂળ બનાવે છે. આનો અર્થ એ થયો કે ભારત અને પાકિસ્તાનની મેચમાં બંને ટીમના સ્પિનરો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

હવામાન અહેવાલ

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન દુબઈમાં હવામાન સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. જો કે હવામાન વિભાગે ત્રણ ટકા વરસાદની આગાહી કરી છે. આમ છતાં મેચમાં કોઈ વિક્ષેપ આવવાની આશા ઓછી છે.

દિવસ દરમિયાન તાપમાન લગભગ 35 °C સુધી પહોંચશે અને રાત્રે 29 °C સુધી ઘટી જશે. પવનની ઝડપ 10 કિમી/કલાકથી 15 કિમી/કલાકની વચ્ચે રહેવાની ધારણા છે. વધુમાં, ઝાકળ (ભેજ)નું સ્તર 61 ટકાથી વધુ થવાની અપેક્ષા નથી.


    Post a Comment

    Previous Post Next Post