Top News

IND vs BAN T20 Match : ભારત બાંગ્લાદેશ ટી20 મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ, જાણો કેમ


IND vs BAN T20 Match : ભારત બાંગ્લાદેશ ટી20 મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ, જાણો કેમ
India vs Bangladesh T20 Match In Gwalior Stadium: ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 14 વર્ષ બાદ પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 રવિવારે રમાશે.

IND vs BAN T20 Match : ભારત બાંગ્લાદેશ ટી20 મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ, જાણો કેમ

India vs Bangladesh T20 Match In Gwalior Stadium: ભારત બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયરના નવા શ્રીમંત માધરરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 14 વર્ષ બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. જો કે ભારત બાંગ્લાદેશ ટી20 મેચ પહેલા ગ્વાલિયર શહેરમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે.

India vs Bangladesh T20 Match In Gwalior Stadium: ભારત બાંગ્લાદેશ ટી20 મેચ હવે ગ્વાલિયરમાં રમાશે. ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાઇ છે, ત્યારે આ મેચ પહેલા જ શહેરમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હિન્દુ મહાસભાએ બંધનું એલાન આપ્યું છે. રવિવાર 6 ઓક્ટોબર રમાનારી 3 મેચની સીઝની પ્રથમ ટી20 મેચમાં ચાહકો રનના વરસાદની અપેક્ષા રાખી શકે છે. નવનિર્મિત શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરશે.

Ind vs Ban T20 Match In Gwalior : ગ્વાલિયરમાં ભારત બાંગ્લાદેશ ટી20 મેચ

મધ્યપ્રદેશ લીગ (એમપીએલ)ની પ્રથમ સિઝનના સ્કોરને જોતા ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી-20 હાઈસ્કોરિંગ મેચ બની રહેશે તેમ મનાય છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એમપીસીએ)ના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જૂનમાં અહીં રમાયેલી 12 મેચોમાં ટીમોએ 4 વખત 200 રનનો આંકડો પાર કર્યો હતો. મેદાનની પીચ બેટ્સમેનો માટે મદદગાર સાબિત થઈ છે અને રવિવારે પણ તેમાં કોઈ ફેરફાર નહિ થાય.

એમપીએલની ફાઈનલમાં માલવા પેન્થર્સે ગ્વાલિયર ચિતાઝ સામે એક બોલ બાકી હતો ત્યારે 193 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત જબલપુર લાયન્સે 4 વિકેટે 249 રન બનાવીને કરી હતી. તો વળતા જવાબમાં ભોપાલ લેપર્ડસે 216 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 171 અને બીજી ઈનિંગ 150 રનની રહી હતી. એવરેજ સ્કોર ઘટી ગયો કારણ કે 3 કે 4 મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી. ”

ગ્વાલિયરમાં રમાયેલા પ્રથમ નેટ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ની મોર્કેલે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા સાથે સમય વિતાવ્યો. તે પંડયાના રનઅપ પર કામ કરી રહ્યો હતો, ખાસ કરીને ત્યારે જ્યારે પંડયા તેની બોલિંગ એક્શનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પંડ્યાની સ્ટમ્પની નજીકની બોલિંગથી માર્કલ નારાજ દેખાતો હતો. દરેક વખતે જ્યારે પંડ્યા પોતાની બોલિંગ માર્ક પર પરત ફરતો હતો, નવા બોલિંગ કોચ તેના કાનમાં કંઈક કહેતા હતા. 10-15 મિનિટ બાદ મોર્કેલ પંડ્યાને તેના રિલિઝ પોઇન્ટ વિશે ઇશારો કરતા જોવા મળ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે ગરદન હલાવી અને ત્યારબાદ મોર્કેલે પોતાનું ધ્યાન અર્શદીપ સિંઘ અને નવા ખેલાડી હર્ષિત રાણા અને મયંક યાદવ તરફ કેન્દ્રિત હતું.

આ પણ વાંચો | મહિલા ટી 20 વર્લ્ડ કપ કાર્યક્રમ, ફોર્મેટ, રેકોર્ડ સહિત બધી માહિતી

Section 163 Imposed In Gwalior : ભારત બાંગ્લાદેશ મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ

ભારત બાંગ્લાદેશ મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં હિન્દુ મહાસભાએ મેચના દિવસે ગ્વાલિયર બંધનું એલાન કર્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગ્વાલિયરના જિલ્લા મેજિસ્ટ્રેટ રુચિકા સિંહે સોમવાર 7 ઓક્ટોબર સુધી કલમ 163 લાગુ કરી દીધી છે અને ગ્વાલિયર પોલીસે હિન્દુ મહાસભાના ઓછામાં ઓછા 30 સભ્યોની ધરપકડ કરી છે. કલમ 163 લાગુ થતા હવે શહેરમાં પાંચ કે તેથી વધુ લોકો એક સાથે ક્યાંય ભેગા થઈ શકશે નથી. તેમજ સરઘસ રેલી, પ્રદર્શન કે જાહેર સભા વહીવટી તંત્રની પરવાનગી વગર યોજી શકાશે નહીં. જે દિવસે બંને ટીમો શહેરમાં આવી હતી તે દિવસે બુધવારે હિન્દુ મહાસભાએ પણ દેખાવ કર્યો હતો.


    Post a Comment

    Previous Post Next Post