Top News

IND vs BAN 2nd TEST: બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 95 રનનો ટારગેટ


IND vs BAN 2nd TEST: બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 95 રનનો ટારગેટ
India vs Bangladesh 2nd Test: ભારત વિ બાંગ્લાદેશ 2જી ટેસ્ટ મેચ ભારત જીત માટે દાવેદાર (ફોટો ક્રેડિટ સોશિયલ)

IND vs BAN 2nd TEST: બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 95 રનનો ટારગેટ

IND vs BAN 2nd Test: ભારત વિ બાંગ્લાદેશ 2જી ટેસ્ટ મેચ રોમાંચક બની છે. ભારત જીતની નજીક પહોંચ્યું છે. બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલ આઉટ થયું છે. ભારતને જીત માટે 95 રનનો ટારગેટ છે.

India vs Bangladesh 2nd Test: ભારત પ્રવાસે આવેલ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ બીજી ટેસ્ટ મેચમાં મુશ્કેલ સ્થિતિમાં આવ્યું છે. આજે પાંચમા દિવસે રમત શરુ થતાં બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલ આઉટ થયું છે. આ સાથે ભારત બીજી ટેસ્ટ મેચ જીતવાની નજીક પહોંચ્યું છે. ટીમ ઇન્ડિયાને જીત માટે 95 રનની જરુર છે. આ જીત સાથે ભારત 2-0 થી શ્રેણી જીતી બાંગ્લાદેશને ક્લિન સ્વિપ કરશે.

ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરીઝમાં 2જી ટેસ્ટ મેચમાં આજે આખરી અને પાંચમા દિવસની રમત ચાલી રહી છે. બાંગ્લાદેશે બીજી ઇનિંગ આગળ શરુ કરી હતી. પરંતુ ભારતીય ઘાતક બોલિંગ સામે તેઓ ટકી શક્યા ન હતા. આખી ટીમ 146 રનમાં ઓલ આઉટ થઇ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારત રેકોર્ડ બ્રેક પ્રથમ ઇનિંગ

વરસાદ વિધ્ન વચ્ચે ભારતે ડ્રો થનાર ટેસ્ટ મેચને જીતમાં પલટી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં સ્ફોટક બેટીંગ કરી રેકોર્ડ બનાવ્યો. માત્ર 34.4 ઓવરમાં 285 રન બનાવી દાલ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 51 બોલમાં 72 રન કર્યા હતા. કે એલ રાહુલે 43 બોલમાં 68 રન કર્યા હતા. શુભમન ગિલ 39, વિરાટ કોહલી 47 અને રોહિત શર્માએ 23 રન કર્યા હતા.

બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ સ્કોર 233 રન

બાંગ્લાદેશ પહેલા દાવ લેતાં પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ પર 233 રન બનાવ્યા હતા. જેમાં મોમિનુલ હક 107 રન બનાવી અણનમ રહ્યો હતો. શાદમાન ઇસ્લામ 24 રન અને નઝમુલ હુસૈન શાન્તોએ 31 રન બનાવ્યા હતા.જસપ્રીત બુમરાહ 3 વિકેટ, સિરાજ 2 વિકેટ, અશ્વિન 2 વિકેટ, આકાશ દિપ 2 વિકેટ અને જાડેજાને એક વિકેટ મળી હતી.

    Post a Comment

    Previous Post Next Post