List of Important Days in October 2024, ઓક્ટોબર મહિનાના મહત્વપૂર્ણ દિવસોનું લિસ્ટ : વર્ષનો 10 મો મહિનો ઓક્ટોબર શરૂ થઇ ગયો છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો આવે છે. અહીં ઓક્ટોબર 2024ના તમામ મહત્વપૂર્ણ દિવસોની વિગતવાર યાદી આપી છે.
1 ઓક્ટોબર : ઇન્ટરનેશનલ કોફી ડે
દર વર્ષે ઇન્ટરનેશનલ કોફી ડે 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. કોફીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોના આદર અને સન્માન માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કોફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું બીજું કારણ કોફીના વેપારને પ્રોત્સાહન આપવાનું છે.
2 ઓક્ટોબર : ગાંધી જયંતિ
ગાંધી જયંતિ એ ભારતમાં દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. ગાંધીજી એક અહિંસક સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીમાં અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દિવસે અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
2 ઓક્ટોબર : લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ
દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસ છે. તે ભારતના બીજા વડાપ્રધાન હતા. શાસ્ત્રીજી એક સરળ અને પ્રામાણિક નેતા હતા જેમણે પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન દેશ માટે ઘણું કર્યું હતું.
3 ઓક્ટોબર : નવરાત્રી
3 ઓક્ટોબરથી ગુજરાતના નવ દિવસીય તહેવાર નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રી દર વર્ષે આસો સુદ એકમથી શરુ થાય છે અને નવ દિવસ ચાલે છે. નવરાત્રી એક હિંદુ તહેવાર છે જેમાં શક્તિની પૂજા કરવામાં આવે છે અને ગરબા કરવામા આવે છે.
4 ઓક્ટોબર : વિશ્વ પશુ દિવસ
વિશ્વ પશુ દિવસ દર વર્ષે 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ પશુ કલ્યાણ માટે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. વિશ્વ પશુ દિવસ 1925 માં શરૂ થયો જ્યારે હેનરિક ઝિમરમેને બર્લિનમાં આવી પ્રથમ ઉજવણીનું આયોજન કર્યું. 1931 માં ઇન્ટરનેશનલ એનિમલ પ્રોટેક્શન કોંગ્રેસ (IARC) એ ફ્લોરેન્સ, ઇટાલીમાં વર્લ્ડ એનિમલ ડેને મંજૂરી આપી હતી.
7 ઓક્ટોબર : વિશ્વ કપાસ દિવસ
વિશ્વ કપાસ દિવસ દર વર્ષે 7 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ કપાસના મહત્વ અને તેના ઉત્પાદનમાં સામેલ લોકોના યોગદાનને ઓળખવા માટે સમર્પિત છે. વિશ્વ કપાસ દિવસ 2019માં શરૂ થયો, જ્યારે બેનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલીના ચાર દેશોએ સંયુક્ત રીતે તેની શરૂઆત કરી. આ દેશોએ કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
8 ઓક્ટોબર : ભારતીય વાયુસેના દિવસ
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય વાયુસેનાની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે, જેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના ભારતની ત્રણ સેનામાંથી એક છે અને તે દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
8 ઓક્ટોબર :વિશ્વ પોસ્ટ દિવસ
વિશ્વ પોસ્ટ દિવસ દર વર્ષે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ ટપાલ સેવાઓના મહત્વ અને સામાજિક-આર્થિક વિકાસમાં તેમના યોગદાનને ઓળખવા માટે સમર્પિત છે. વિશ્વ પોસ્ટ દિવસ 1969 માં જાપાનના ટોક્યોમાં શરૂ થયો હતો. આ દિવસ પસંદ કરવાનું કારણ એ છે કે 9 ઓક્ટોબર 1874 ના રોજ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ) ની સ્થાપના કરવામાં આવી હતી, જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં ટપાલ સેવાઓનું નિયમન કરે છે.
10 ઓક્ટોબર : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને તેના સમર્થનમાં પ્રયત્નો કરવા માટે સમર્પિત છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) ની પહેલ પર 1992 માં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની શરૂઆત કરવામાં આવી હતી. WFMH એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરે છે.
11 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
દર વર્ષે 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં બાળકીના અધિકારો અને તેમની સામેના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમર્પિત છે. આ દિવસની સ્થાપના 2011માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ બાળકીના અધિકારો વિશે જાગૃતિ લાવવા અને તેમના માટે વધુ સારા ભવિષ્યની ખાતરી કરવા માટે કામ કરવાનો છે.
13 ઓક્ટોબર : બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દિવસ
13મી ઓક્ટોબરે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવા અને વહેલાસર નિદાન અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે. 2000ના દાયકાના પ્રારંભમાં સ્થપાયેલ આ દિવસ રોગથી પ્રભાવિત લોકોનું સન્માન કરે છે અને સારા પરિણામો માટે નિયમિત તપાસ અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.
14 ઓક્ટોબર : વિશ્વ માનક દિવસ
વૈશ્વિક અર્થતંત્રમાં માનકીકરણનું મહત્વ દર્શાવવા માટે નિયમનકારો, ઉદ્યોગો અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 14 ઓક્ટોબરે વિશ્વ માનક દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 1969માં ટોક્યો જાપાનમાં થઇ હતી.
15 ઓક્ટોબર : ગ્લોબલ હેન્ડવોશિંગ ડે
ગ્લોબલ હેન્ડવોશિંગ ડે દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને હાથ ધોવા (સાબુ અને પાણીથી હાથ ધોવા)ના મહત્વ વિશે જાગૃત કરવાનો અને સ્વચ્છતા અને હાથની સ્વચ્છતાના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે.
15 ઓક્ટોબર : વિશ્વ વિદ્યાર્થી દિવસ
વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. કલામ એરોસ્પેસ વૈજ્ઞાનિક, શિક્ષક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. તેઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સમર્પણ માટે જાણીતા હતા.
16 ઓક્ટોબર : વિશ્વ ખાદ્ય દિવસ
વર્લ્ડ ફૂડ ડે દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર જાગૃતિ લાવવા અને સમયાંતરે ભૂખ સામે પગલાં લેવા માટે ઉજવવામાં આવે છે.
16 ઓક્ટોબર : વિશ્વ એનેસ્થેસિયા દિવસ
વિશ્વ એનેસ્થેસિયા દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય એનેસ્થેસિયાના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. સુરક્ષિત અને પ્રભાવી રુપથી સર્જરી અને અસરકારક મેડિકલ પ્રક્રિયાઓને હેન્ડલ કરવા માટે એનેસ્થેસિયાના યોગદાનને માન્યતા આપવાનો છે.
17 ઓક્ટોબર : ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
દર વર્ષે 17 ઓક્ટોબરે ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ગરીબી વિશે જાગૃતિ લાવવા અને ગરીબી દૂર કરવા પગલાં લેવા માટે સમર્પિત છે.
19 ઓક્ટોબર : કરવા ચોથ
2024માં 19મી ઓક્ટોબરે કરવા ચોથની ઉજવણી કરવામાં આવશે. તે ભારતમાં પરિણીત મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. જેમાં પત્ની પોતાના પતિની સુખાકારી અને આયુષ્ય માટે ઉપવાસ કરે છે
20 ઓક્ટોબર : વિશ્વ આંકડા દિવસ
20 ઓક્ટોબરના રોજ “વિશ્વ આંકડાકીય દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં આંકડાશાસ્ત્રના મહત્વને પ્રોત્સાહન આપવાનો અને આંકડાઓના ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત નિર્ણય લેવાના મહત્વને સમજવાનો છે.
20 ઓક્ટોબર : પોલીસ મેમોરિયલ ડે
પોલીસ સ્મારક દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ બહાદુર પોલીસકર્મીઓને યાદ કરવાનો અને સન્માન કરવાનો છે જેમણે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસ સ્મૃતિ દિવસની શરૂઆત 1959માં થઇ હતી. આ દિવસે ચીન સાથે ભારતીય સરહદોની રક્ષા કરતા 10 ભારતીય પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. તે દિવસથી દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
24 ઓક્ટોબર : વિશ્વ પોલિયો દિવસ
વિશ્વ પોલિયો દિવસ 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પોલિયો સામે જાગૃતિ લાવવાનો અને પોલિયો સામેની લડાઈમાં કાયમી ધોરણે સમર્થન આપવાનો છે.
24 ઓક્ટોબર : વર્લ્ડ ડેવલોપમેન્ટ ઇન્ફોર્મેશન ડે
વર્લ્ડ ડેવલોપમેન્ટ ઇન્ફોર્મેશન ડે દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસના ક્ષેત્રમાં માહિતી અને ટેકનોલોજીના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે.
24 ઓક્ટોબર : સંયુક્ત રાષ્ટ્ર દિવસ
સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, જે 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વભરના તમામ ખંડોમાંથી 193 સભ્ય દેશો છે.
29 ઓક્ટોબર : આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ
આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ દિવસ દર વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ઈન્ટરનેટના પુરોગામી ARPANET દ્વારા 29 ઓક્ટોબર 1969ના રોજ બે કોમ્પ્યુટર વચ્ચે મોકલવામાં આવેલ પ્રથમ સંદેશની વર્ષગાંઠની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. તે સમયે ઈન્ટરનેટ ARPANET (એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક) તરીકે જાણીતું હતું.
30 ઓક્ટોબર : વિશ્વ બચત દિવસ
વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ બચતના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેને વર્લ્ડ સેવિંગ્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ બચત દિવસની સ્થાપના 1924માં ઈટાલીના મિલાનમાં યોજાયેલી પ્રથમ ઈન્ટરનેશનલ સેવિંગ્સ બેંક (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેંક) દરમિયાન કરવામાં આવી હતી.
31 ઓક્ટોબર : રાષ્ટ્રીય એકતા દિવસ
રાષ્ટ્રીય એકતા દિવસ અથવા નેશનલ યુનિટે ડે દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે દેશને એક કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Post a Comment