Home Loan Rules: હોમ લોન ઘર ખરીદવા માટે નાણાંકીય સહાય પુરી પાડે છે. ઘર ઉપરાંત ઓફિસ, કોમર્શિયલ પ્લોટ ખરીદવા પણ બેંકો લોન આપે છે. હોમ લોનનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે, તેમા એક સાથે બધી રકમ ચૂકવવાના બદલે દર મહિને ઇએમઆઈ હપ્તે રકમ ચૂકવવાની હોય છે. હોમ લોન લાંબા ગાળાની 10 વર્ષ, 20 કે 25 વર્ષ સુધીની હોય છે. તમે પણ હોમ લોન વડે ફ્લેટ ખરીદ્યો છે અને હવે વેચવાનું વિચારી રહ્યા છે. જો કે હોમ લોનના ઇએમઆઈ હપ્તા હજી ચાલુ છે. શું તમે હોમ લોનના ઇએમઆઈ હપ્તા ચાલુ હોય ત્યારે મકાન વેચી શકાય કે નહીં? હોમ લોન વાળું મકાન વેચતા સમયે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ? ચાલો વિગતવાર જાણીયે
હોમ લોન બાકી તેવા મકાન ફ્લેટ વેચી શકાય છે?
હાં, જો તમારા ફ્લેટના હોમ લોનના હપ્તા હજી બાકી છ, તો પણ પણ તમે મકાન વેચી શકો છો. તેની માટે તમારે સૌથી પહેલા તમારી હોમ લોન વાળી બેંક કે ધિરાણકર્તા પાસેથી મંજૂરી લેવી પડશે. જો ખરીદદાર તમારું ઘર તમારી જ બેંક પાસેથી હોમ લોન લઇ ખરીદી રહ્યો છે, તો પ્રોસેસ ઘણી સરળ થઇ જશે. બેંકને ડોક્યુમેન્ટ અન્ય કોઇ બેંક કે ફાઇનાન્સ કંપનીને ટ્રાન્સફર કરવાની જરૂર પડશે નહીં. જો ખરીદદાર કેશ પેમેન્ટ કરવા ઇચ્છે છે તો તે બેંકને સીધું પેમેન્ટ કરી શકે છે. જ્યાં સુધી બેંકને તેનું સંપૂર્ણ પેમેન્ટ મળી ન જાય, ત્યાં સુધી તે મકાન ફ્લેટના ડોક્યુમેન્ટ આપશે નહીં.
ઘર ખરીદતા કે વેચતા પહેલા આ બાબત ધ્યાનમાં રાખો
બાકી હોમ લોન તપાસો : ઘર ખરીદતા પહેલા ફ્લેટની હોમ લોન કેટલી બાકી છે તેની તપાસ કરો અને તેનું પેમેન્ટ કરવા માટે તમારી પાસે પુરતા પૈસા છે કે નહીં. જો સંપૂર્ણ પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો તમે તમારી બેંક સાથે વાતચીત કરી શકો છો.
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) : તમારે બેંક પાસે થી એનઓસી મેળવવું પડશે, જે એ વાતનું ખાતરી આપે છે કે હોમ લોન ઉપર ખરીદેલો ફ્લેટ વેચવામાં બેંકને કોઇ વાંધો નથી.
ડોક્યુમેન્ટ તૈયાર રાખો : સેલ કોન્ટ્રાક્ટ, મકાન ફ્લેટના ડોક્યુમેન્ટ અને એનઓસી જેવા તમામ જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો.
આ પણ વાંચો | કાર લોન EMI હપ્તો ઘટાડવાની 5 ટીપ્સ, દેવું ઝડપથી ઉતારી જશે
એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી : હોમ લોન ચૂકવવાની બાકી હોય તેવો ફ્લેટ વેચવાની પ્રક્રિયા ઘણી જટિલ હોઇ શકેછે. આથી કોઇ રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સ કે બ્રોકર પાસેથી સલાહ લેવી ફાયદારૂમ રહેશે. આમ એકંદરે હોમ લોન બાકી હોય તેવા મકાન ફ્લેટ વેચવું સંભવ છે, જો કે તેની માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું અને ડોક્યુમેન્ટની જરૂર પડે છે.
Post a Comment