Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવ દિવાળી પહેલા રેકોર્ડ લેવલ પર પહોંચ્યા છે. પરિણામે લોકોને કિંમતી ધાતુ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. વૈશ્વિક પરિબળો અને દિવાળીની સીઝનલ ખરીદીને પગલે સોનું ચાંદી સતત મોંઘા થઇ રહ્યા છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 78000 અને ચાંદીની કિંમત 90000 રૂપિયા ઉપર પહોંચી ગઇ છે. જાણો તમારા શહેરમાં સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
સોનાનો ભાવ રેકોર્ડ હાઇ, 78500 રૂપિયા પ્રતિ 19 ગ્રામ
સોના ભાવ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ આજે સ્થિર રહ્યા હતા. 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 78500 રૂપિયા હતો. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 78300 રૂપિયા છે. તો સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 76930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી ઐતિહાસિક ટોચે, 1 કિલોનો ભાવ 92000 રૂપિયા
સોના સાથે ચાંદી પણ સતત મોંઘી થઇ રહી છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. આમ શુદ્ધ ચાંદી ચોરસાનો 1 કિલોનો ભાવ 92000 રૂપિયા હતો. તે ગઇ કાલે 91500 રૂપિયા હતી. ચાંદી રૂપું એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ 91300 રૂપિયા પ્રતિ કિલો હતો.
ઓક્ટોબરમાં સોનું 700 અને ચાંદી 2000 મોંઘા થયા
સોનું ચાંદી સતત મોંઘા થઇ રહ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 98500 રૂપિયા અને ચાંદી 92000 રૂપિયા છે. 30 સપ્ટેમ્બરે સોનાની કિંમત 77800 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા હતી. આમ માત્ર 5 દિવસમાં સોનું 700 રૂપિયા અને ચાંદી 2000 રૂપિયા મોંઘા થયા છે.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
સોનું ચાંદી મોંઘા થવાના કારણ
- ઈઝરાયલ ઈરાન યુદ્ધ
- વૈશ્વિક આર્થિક મંદીની દહેશત
- શેરબજારમાં ઘટાડો
- યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- ધનતેરસ, દિવાળી અને લગ્ન પ્રસંગોની તહેવાર
- સેફ હેવન ડિમાન્ડ એટલે કે સુરક્ષિત રોકાણની માંગ
Post a Comment