Top News

મોહમ્મદ અઝરુદ્દીન સામે ED કાર્યવાહી, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ભ્રષ્ટાચાર મામલે મોકલાયું સમન્સ


મોહમ્મદ અઝરુદ્દીન સામે ED કાર્યવાહી, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ભ્રષ્ટાચાર મામલે મોકલાયું સમન્સ
Mohammad Azharuddin : ભારતીય ક્રિકેટ ટીમ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન (ફોટો ક્રેડિટ સોશિયલ)

મોહમ્મદ અઝરુદ્દીન સામે ED કાર્યવાહી, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ભ્રષ્ટાચાર મામલે મોકલાયું સમન્સ

મોહમ્મદ અઝરુદ્દીન ફરી ભ્રષ્ટાચાર મામલે ફરી ચર્ચામાં છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન માં કથિત નાણાકીય કૌભાંડ મામલે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અઝરુદ્દીન સામે ઇડીએ સમન્સ ઇશ્યૂ કર્યું છે. તે હૈદરાબાદ ક્રિકેટ સંગઠનમાં 2019 થી 2012 દરમિયાન અધ્યક્ષ હતા.

Mohammad Azharuddin Corruption: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન સામે ગંભીર આરોપ મુકાયો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ભ્રષ્ટાચારને લઇને ED (એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) એ અઝરુદ્દીન ને સમન્સ મોકલ્યું છે. અઝરુદ્દીનનું નામ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં મની લોન્ડ્રિંગ કેસમાં સામે આવ્યું છે. ઇડી દ્વારા આ પહેલું સમન મોકલાયું છે અને આ મામલે ગુરુવારે હાજર રહેવા કહેવાયું છે.

મોહમ્મદ અઝરુદ્દીન સપ્ટેમ્બર 2019 માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા હતા. જોકે બે વર્ષમાં એટલે કે જૂન 2021માં આ પદ છોડવું પડ્યું હતું. અઝરુદ્દીન સામે 20 કરોડ ફંડનો દૂરપયોગ કર્યોનો આરોપ હતો. આ નાણાંનો ઉપયોગ હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી સ્ટેડિયમના ડીઝલ જનરેટર, ફાયર ફાઇટીંગ સિસ્ટન અને અન્ય કામોમાં કરાયો હતો.

મોહમ્મદ અઝરુદ્દીન સામે શું છે કેસ?

  • અઝરુદ્દીન સામે કથિત ભ્રષ્ટાચારનો આરોપ છે
  • હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કામ ઉંચી કિંમતે અપાયાનો વિવાદ
  • અઝરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં અધ્યક્ષ હતો ત્યારનો મામલો
  • ઇડીએ સમન્સ પાઠવી હાજર રહેવા કરી તાકીદ
  • જનરેટર, ફાયર ફાયટર સહિત કામોમાં ગેરરીતિની આશંકા

ઇડીનો આરોપ છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ખાનગી કંપનીઓને સ્ટેડિયમ સાથે જોડાયેલા કામો માટે ઉંચી કિંમતે કામ આપ્યા હતા. જેને કારણે ક્રિકેટ એસોસિએશનને કરોડો રુપિયાનું નુકસાન થયું છે. આ મામલે ઇડીએ ત્રણ એફઆરઆઇ નોંધાવી છે. ઇડીએ તેલંગાણામાં 9 સ્થળોએ છાપા માર્યા હતા અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ડિજિટલ સામગ્રી જપ્ત કરી હતી.

આ પણ વાંચો: મહિલા ટી20 વર્લ્ડ કપ શેડ્યુઅલ જાણો

મોહમ્મદ અઝરુદ્દીન મેચ ફિક્સિંગ મામલો

મોહમ્મદ અઝરુદ્દીન આ પહેલા મેચ ફિંક્સિંગ વિવાદમાં પણ આવ્યા હતા. આ આરોપ બાદ અઝરુદ્દીન સામે આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો હતો. જોકે 2012 માં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે અઝરુદ્દીન સામે મુકાયેલા પ્રતિબંધ હટાવી લીધા હતા. કોર્ટે આ પ્રતિબંધને ગેરકાનૂની ગણાવ્યા હતા.

મોહમ્મદ અઝરુદ્દીન સફળ કેપ્ટન

અઝરુદ્દીન દેશના યુવા કેપ્ટન પૈકીના એક છે જે 1989માં ટીમ ઇન્ડિયાનું સુકાન સોંપાયું હતું. અઝરુદ્દીને 47 ટેસ્ટ મેચ, 174 વન ડે મેચમાં કપ્તાની કરી હતી. જેમાં ભારત 14 ટેસ્ટ અને 90 વન ડે જીત્યું હતું. જે એ સમયે કેપ્ટન તરીકે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ હતો. અઝરુદ્દીને કૂલ 99 ટેસ્ટ મેચ રમી છે જેમાં 45.03 સરેરાશથી 6215 રન બનાવ્યા છે. 334 વનડે રમી 9378 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 58 હાફ સેન્ચૂરી છે.


    Post a Comment

    Previous Post Next Post