Devara Part 1 Box Office Collection 4 : દેવરા પાર્ટ 1 (Devara Part 1) ફિલ્મમાં અભિનેતા જુનિયર એનટીઆર, જાન્હવી કપૂર અને સૈફ અલી ખાન જેવા દિગ્ગ્જ કલાકરો છે. ફિલ્મ 27 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ રિલીઝ થઇ હતી. રિલીઝના ચોથા દિવસે સોમવારે ફિલ્મના બોક્સ ઓફિસ કલેશનમાં અપેક્ષિત ઘટાડો જોવા મળ્યું હતો. ફિલ્મે સોમવારે તેના કલેક્શનમાં 68 ટકાનો જંગી ઘટાડો નોંધાવ્યો હતો, પરંતુ હિન્દી વર્ઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર દેવરાએ સોમવારે તેલુગુ, હિન્દી, કન્નડ, તમિલ અને મલયાલમમાં રવિવારના મોટા કલેક્શન પછી ₹ 12.5 કરોડની નેટ કરી હતી, જ્યાં આંકડો લગભગ ₹ 40 કરોડ ઓલ ઈન્ડિયા નેટ હતો.
આ પણ વાંચો: ગોવિંદાને પગમાં ગોળી વાગી, રિવોલ્વર સાફ કરતા થયો અકસ્માત, હાલત સ્થિર
સોમવારે ₹ 12.5 કરોડમાંથી, તેલુગુનું કલેક્શન ₹ 8 કરોડ હતું, જે તેના ₹ 27.7 કરોડના રવિવારના કલેક્શનથી મોટો ઘટાડો હતો. હિન્દી સિવાય અન્ય ભાષાઓની આવૃત્તિઓ ખૂબ જ ક્રેશ થઈ ગઈ, જેની કમાણી એક કરોડથી ઓછી હતી. તે ડબ કરાયેલું હિન્દી કલેક્શન હતું, જે ₹ 10 કરોડથી રવિવાર ઘટીને ₹ 4 કરોડ થઈ ગયું હતું.
દેવરાના હિન્દી વરઝ્ન પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર ₹ 30 કરોડથી વધુની કમાણી કરી છે અને ફિલ્મ ₹ 50 કરોડથી વધુની કમાણીનો કરે તેવી શક્યતા છે. જુનિયર એનટીઆર તેના બોલિવૂડ ડેબ્યૂ વોર 2 (War 2) સાથે હિન્દી માર્કેટમાં મોટા પાયે આવવાનો માર્ગ પણ બનાવે છે. વોર 2 ફિલ્મ ઓગસ્ટ 2025 માં રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં હૃતિક રોશનનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આ શું હીરો બનશે? જ્યારે દિગ્ગજ અભિનેત્રીઓ મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની ના પાડી દેતી હતી
કોર્ટલા સિવા દિગ્દર્શિત આ ફિલ્મ હવે ફ્રી રન પર ચાલી રહી છે. ખાસ કરીને હિન્દી બૉક્સ ઑફિસ પર ફ્રી રન પર ચાલશે, જ્યાં સુધી આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા રિલીઝ નહિ થાય ત્યાં સુધી કોઈ નવી રિલીઝ નહીં થાય, જે 11 ઑક્ટોબરે સિનેમાઘરોમાં આવે છે. સોમવારે મુવીના કલેક્શનમાં ઘટાડો છતાં શો પેક રહેવાની સંભાવના છે. 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતિ રજા આવવાથી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફરી ગતિ પકડી શકે છે અને મોટો ઉછાળો નોંધાવી શકે છે.
દેવરા સૈફ અલી ખાન અને જાન્હવી કપૂર બંનેની તેલુગુ ડેબ્યૂને ચિહ્નિત કરે છે. આ ફિલ્મમાં પ્રકાશરાજ, મેકા શ્રીકાંત, શાઈન ટોમ ચાકો, નારાયણ અને મુરલી શર્મા પણ છે. આ ફિલ્મની શરૂઆતમાં એકલી મૂવી તરીકે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને બે ભાગમાં વહેંચવામાં આવી હતી.
Post a Comment