Top News

Devara Box Office Collection Day 7 : દેવરા બોક્સ ઓફિસ કલેશનમાં ઘટાડો, સાતમા દિવસે કરી આટલી કમાણી


Devara Box Office Collection Day 7 : દેવરા બોક્સ ઓફિસ કલેશનમાં ઘટાડો, સાતમા દિવસે કરી આટલી કમાણી
Devara box office collection 7 | 'દેવરા' બોક્સ ઓફિસ કલેશનમાં ઘટાડો, સાતમા દિવસે કરી આટલી કમાણી

Devara Box Office Collection Day 7 : દેવરા બોક્સ ઓફિસ કલેશનમાં ઘટાડો, સાતમા દિવસે કરી આટલી કમાણી

Devara Box Office Collection Day 7 : ફિલ્મ 'દેવરા' ને વીકએન્ડ દરમિયાન પણ ખાસ ફાયદો થયો નથી. રવિવારે ફિલ્મના કલેક્શનમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, જો શરૂઆતના દિવસ સાથે સરખામણી કરવામાં આવે તો સપ્તાહના અંતે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

Devara Box Office Collection Day 7 : જુનિયર એનટીઆર, જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘દેવરા’ (Devara) ગયા શુક્રવારે સિનેમાઘરોમાં આવી હતી. ફિલ્મે શરૂઆતના દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સારી કમાણી કરી હતી. ફિલ્મ સમીક્ષકોએ પણ આ ફિલ્મ પર મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા. જો કે, ફિલ્મ તેના પ્રથમ દિવસના પ્રદર્શનને જાળવી રાખવામાં નિષ્ફળ રહી અને બીજા દિવસે તેનું કલેક્શન 53.70 ટકાના જંગી ઘટાડા સાથે અડધાથી વધુ ઘટી ગયું હતું. ફિલ્મ રિલીઝ થયાને હવે એક અઠવાડિયું થઈ ગયું છે.અહીં જાણો બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફિલ્મનું કેવું પ્રદશન રહ્યું,

‘દેવરા’એ રિલીઝના પહેલા દિવસે જ જોરદાર શરૂઆત કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 82.5 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. જોકે બીજા દિવસે ફિલ્મની ગતિને ઈમરજન્સી બ્રેક લાગી અને તેની કમાણી ઘટી ગઈ હતી. ફિલ્મની કમાણીમાં 53.70 ટકાનો ઘટાડો થયો છે અને ફિલ્મ બીજા દિવસે માત્ર 38.2 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી છે. એવું લાગતું હતું કે દર્શકોએ બીજા દિવસે સિનેમાઘરોમાં જવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી.

આ પણ વાંચો: તૃપ્તિ ડિમરી । હું એકટિંગનો ‘એ’ પણ જાણતી ન હતી, શૂટિંગ બાદ ઘરે જઈને રડતી

ફિલ્મ ‘દેવરા’ ને વીકએન્ડ દરમિયાન પણ ખાસ ફાયદો થયો નથી. રવિવારે ફિલ્મના કલેક્શનમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, જો શરૂઆતના દિવસ સાથે સરખામણી કરવામાં આવે તો સપ્તાહના અંતે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ચોથા દિવસના બિઝનેસ પર નજર કરીએ તો ફિલ્મ 68.05 ટકાના ઘટાડા સાથે માત્ર 12.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે.

આ પણ વાંચો: રિતિક રોશન સબા આઝાદ રિલેશનશીપના 3 વર્ષ, સુઝૈન ખાને કપલના ફોટો પર આપી આવી પ્રતિક્રિયા

ફિલ્મે પાંચમા દિવસે પણ બહુ સારો દેખાવ કર્યો ન હતો અને તેના કલેક્શનમાં ખૂબ જ નજીવો સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે, ફિલ્મે ₹ 14 કરોડનું કલેક્શન કર્યું હતું અને બોક્સ ઓફિસ પર ₹ 200 કરોડનો આંકડો સ્પર્શવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. એનટીઆર અને સૈફ અલી ખાન જેવા સ્ટાર્સને ચમકાવતી ફિલ્મનું પ્રદર્શન વધુ સારું કહી શકાય નહીં. ‘દેવરા’એ છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર નજીવો સુધારો કર્યો છે. તેને ગાંધી જયંતિની રજાનો પણ થોડો ફાયદો મળ્યો, જેના કારણે બુધવારે તેણે 17.83 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.


    Post a Comment

    Previous Post Next Post