Top News

હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કોહલીનો રેકોર્ડ તોડ્યો, રોહિત શર્માની બરાબરી કરી

 

હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કોહલીનો રેકોર્ડ તોડ્યો, રોહિત શર્માની બરાબરી કરી
હાર્દિક પંડ્યાએ બાંગ્લાદેશ સામેની આ મેચમાં 16 બોલમાં 2 સિક્સર અને 5 ફોરની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા (તસવીર - હાર્દિક પંડ્યા ટ્વિટર)

India vs Bangladesh 1st T20 : ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી 20 માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું હતું

Hardik Pandya Record : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની પહેલી મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી. જેમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે આ મેચમાં વિકેટ પણ લીધી હતી અને ભારત માટે મેચ વિનિંગ ઈનિંગ પણ રમી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. એટલું જ નહીં પોતાની બેટિંગના આધારે તેણે યુવરાજ સિંહને પાછળ છોડીને રોહિત શર્માની પણ બરાબરી કરી લીધી હતી.

હાર્દિકે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

હાર્દિકે બાંગ્લાદેશ સામેની આ મેચમાં 16 બોલમાં 2 સિક્સર અને 5 ફોરની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે ભારત માટે વિજયી છગ્ગો પણ ફટકાર્યો હતો. હાર્દિકે ભારતને 5મી વખત ટી-20માં સિક્સર ફટકારી વિજય અપાવ્યો છે. વિરાટ કોહલીએ 4 વખત ટી-20માં સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. હાર્દિકે 5મી વખત આમ કરીને કોહલીને પાછળ છોડી દીધો છે. ધોની અને રિષભ પંત 3-3 વખત સિક્સર ફટકારી ભારતને જીતી અપાવી ચુક્યા છે.

ટી-20માં સિક્સર ફટકારી સૌથી વધારે જીત અપાવનાર ભારતીય ખેલાડીઓ

  • 5 વખત – હાર્દિક પંડ્યા
  • 4 વખત – વિરાટ કોહલી
  • 3 વખત – એમએસ ધોની
  • 3 વખત – ઋષભ પંત

હાર્દિકે યુવરાજ સિંહને પછાડ્યો, રોહિત શર્માની બરાબરી કરી

હાર્દિક પંડયાએ બાંગ્લાદેશ સામે 200થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે અણનમ 39 રન ફટકાર્યા હતા. ટી 20 માં આ 7 મી વખત હતું જ્યારે હાર્દિકે 200થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે ભારત માટે 30 થી વધુ ઇનિંગ્સ રમી હતી. આ પછી હાર્દિકે યુવરાજને પાછળ છોડી દીધો હતો, જેણે ભારત માટે છ વખત આવી સિદ્ધિ મેળવી હતી. સાથે જ રોહિત શર્માએ પણ 7 વખત આ કમાલ કરી છે અને હાર્દિક હવે હિટમેનની બરાબરી પર આવી ગયો છે. સૂર્યકુમાર યાદવે ભારત માટે 10 વખત આવું કર્યું છે.

ટી-20માં ભારત માટે સૌથી વધુ ભારત માટે 200 પ્લસની સ્ટ્રાઇક રેટથી 30થી વધુનો સ્કોર કરનારા બેટ્સમેનો

  • 10 – સૂર્યકુમાર યાદવ
  • 7 – રોહિત શર્મા
  • 7 – હાર્દિક પંડ્યા
  • 6 – યુવરાજ સિંહ
  • 5 – દિનેશ કાર્તિક
  • 4 – કેએલ રાહુલ
  • 4 – યશસ્વી જયસ્વાલ
  • 3 – શ્રેયસ ઐયર
  • 3 – રિંકુ સિંહ

    Post a Comment

    Previous Post Next Post