Top News

ભારત પાસે પણ ઇઝરાયેલ જેવું ‘સુરક્ષા કવચ’? પાકિસ્તાન-ચીન મિસાઈલ છોડે તો કેવી રીતે કરીશું સામનો


ભારત પાસે પણ ઇઝરાયેલ જેવું ‘સુરક્ષા કવચ’? પાકિસ્તાન-ચીન મિસાઈલ છોડે તો કેવી રીતે કરીશું સામનો
ભારત પાસે હાલમાં સૌથી મોટું હથિયાર એસ-400 સિસ્ટમ છે 

ભારત પાસે પણ ઇઝરાયેલ જેવું ‘સુરક્ષા કવચ’? પાકિસ્તાન-ચીન મિસાઈલ છોડે તો કેવી રીતે કરીશું સામનો

india missile system : ઈઝરાયેલની આ સુરક્ષા કવચનું નામ આયર્ન ડોમ છે. આયર્ન ડોમ એક એવી સિસ્ટમ છે જે આકાશમાંથી હવામાં આવતી મિસાઇલોને નષ્ટ કરે છે. એટલે કે એ મિસાઇલો ઇઝરાયલને નુકસાન પહોંચાડે તે પહેલાં તેને તોડી પાડવામાં આવે છે. ત્યારે તમને સવાલ થાય કે શું ભારત પાસે આવી સિસ્ટમ છે. અહીં જાણો બધી વિગતો

india missile system : ઇઝરાયેલ ઇરાન કરતા ઘણો નાનો દેશ છે. તેની સેના, તેની નૌકાદળ, ઇરાનની સામે નાની છે. જ્યારે યુદ્ધ જહાજો અને ટેન્કરોની વાત આવે છે ત્યારે પણ ઈરાન આગળ છે. આ કારણે પહેલી નજરે એવું માનવામાં આવી રહ્યું હતું કે જો ઇરાન ઇઝરાયેલ પર હુમલો કરશે તો નેતન્યાહૂનો દેશ બરબાદ થઇ જશે, ભારે વિનાશ થશે. પરંતુ સત્ય આ વાતથી ઘણું દૂર છે, ઈરાનની 200 મિસાઈલો પણ ઈઝરાયેલનું કશુંજ બગાડી શકી નથી. ઇઝરાયેલના સુરક્ષા કવચે ખરા અર્થમાં તેમની રક્ષા કરી છે.

ઇઝરાયેલનું આયર્ન ડોમ કેવી રીતે કામ કરે છે?

ઈઝરાયેલની આ સુરક્ષા કવચનું નામ આયર્ન ડોમ છે. આયર્ન ડોમ એક એવી સિસ્ટમ છે જે આકાશમાંથી હવામાં આવતી મિસાઇલોને નષ્ટ કરે છે. એટલે કે એ મિસાઇલો ઇઝરાયલને નુકસાન પહોંચાડે તે પહેલાં તેને તોડી પાડવામાં આવે છે, દુશ્મનોની યોજનાઓ પણ પાણી ફરી વળે છે. આયર્ન ડોમની કામગીરીના ત્રણ તબક્કાઓ છે. પ્રથમ તબક્કામાં દુશ્મનની મિસાઇલને ટ્રેક કરવાનું કામ થઇ જાય છે. ઇઝરાયેલમાં એક એવું કેન્દ્ર છે જે જુએ છે કે દુશ્મનની ફાયરિંગ કરેલી મિસાઇલ ક્યાં સુધી જવાની છે, ક્યાં પડી શકે છે. ત્યાં પણ શોર્ટલિસ્ટ કરવામાં આવે છે કે કઈ મિસાઈલ રહેણાંક વિસ્તારમાં જશે અને કઈ ખાલી જગ્યા પર પડશે.

ઇઝરાયેલની પ્રાથમિકતા રહેણાંક વિસ્તારોમાં પડવાની હોય તેવી મિસાઇલોને રોકવાની છે. આ પછી મિસાઇલ ફાયર યુનિટ સક્રિય થઇ જાય છે અને દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવે છે. હવે આ આખી સિસ્ટમને આયર્ન ડોમ નામ આપવામાં આવ્યું છે. ઇઝરાયેલે તેને 2006થી બનાવવાની શરૂઆત કરી હતી. તે ઘણી ખર્ચાળ તો છે જ પરંતુ તે વિશ્વની પ્રથમ આવી અનોખી સિસ્ટમ પણ છે. તેનો સક્સેસ રેટ 98 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ભારતની તાકાત ઉપર પર ગર્વ થવો જોઈએ

હવે ઇઝરાયેલ પોતાની વ્યવસ્થાને કારણે આટલું શક્તિશાળી છે, પરંતુ એક સવાલ મનમાં થાય છે કે શું દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારત પણ પોતાને સુરક્ષિત કરી શકે છે? ધારો કે પાકિસ્તાન અને ચીન આપણી સામે મિસાઇલો ફેંકે, જો તેમની તરફથી આવો હુમલો કરવામાં આવે તો શું ભારત પોતાનો બચાવ કરી શકશે? શું આપણી પાસે આયર્ન ડોમ જેવી કોઈ તકનીક છે? શું આપણે દુશ્મનની મિસાઇલોને પણ ટ્રેક કરી શકીએ છીએ અને ઉડાવી શકીએ છીએ? હવે આ સવાલનો જવાબ હા છે કારણ કે ભારતે પણ સમયની સાથે અને જરૂરિયાત પ્રમાણે ઘણી પ્રગતિ કરી છે.

ભારત પાસે આવી ઘણી સિસ્ટમો પણ છે જેનું કામ દુશ્મનોની મિસાઇલોને નષ્ટ કરવાનું છે. ચર્ચા ચોક્કસપણે એ વાત પર છે કે શું તે સિસ્ટમો ઇઝરાયેલના આયર્ન ડોમ જેટલી શક્તિશાળી અને સચોટ છે? પરંતુ તે ચોક્કસપણે છે કે જો ચીન-પાકિસ્તાન હુમલો કરે છે, તો તેઓએ પણ જડબાતોડ જવાબ માટે તૈયાર રહેવું પડશે. ભારત લાંબા અંતરથી લઈને શોર્ટ રેન્જની મિસાઈલોને સરળતાથી નષ્ટ કરી શકે છે.

ભારતની એસ-400 સિસ્ટમ

ભારત પાસે હાલમાં સૌથી મોટું હથિયાર એસ-400 સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા સેના એક સાથે 72 મિસાઇલો છોડી શકે છે. તેમાંથી છોડવામાં આવેલી મિસાઇલો એવી રહે છે કે દુશ્મન માટે શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેમાં કોઈ નિશ્ચિત સ્થિતિ હોતી નથી, પરંતુ લક્ષ્ય એકદમ સચોટ હોય છે. આ સિસ્ટમ દ્વારા ભારત સરળતાથી 40 કિમીથી 400 કિમીની રેન્જવાળી મિસાઈલ લોન્ચ કરી શકે છે. તેની ઉપર એસ-400 સિસ્ટમનું અત્યાધુનિક રડાર 600 કિલોમીટર સુધીની રેન્જને આવરી લે છે, તેથી દુશ્મનની જે પણ મિસાઇલો હોય, તે ડ્રોનથી છોડવામાં આવે કે અન્ય કોઇ પણ રીતે, તેને નષ્ટ કરવી સરળ છે. સૌથી મોટી વાત એ છે કે માઈનસ 50થી 70 ડિગ્રી સુધીના તાપમાનમાં પણ આ સિસ્ટમ જબરદસ્ત કામ કરી શકે છે.

આ પણ વાંચો – UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર ઇઝરાયેલે પ્રતિબંધ લગાવ્યો

આકાશ મિસાઇલ સિસ્ટમ

લોકોને કદાચ ખબર નહીં હોય કે S-400 સિવાય ભારતમાં પણ એવી ઘણી વ્યવસ્થા છે જે પાક-ચીન જેવા દુશ્મનોને પાઠ ભણાવી શકે છે. આ લિસ્ટમાં આકાશ મિસાઈલ સિસ્ટમનું નામ આવે છે. આ ત્રણ વેરિયેન્ટ સિસ્ટમમાં આકાશમાં મિસાઈલોને સરળતાથી નષ્ટ કરવાની તાકાત પણ છે. આ સિસ્ટમથી ચાર પ્રકારની મિસાઇલો છોડી શકાય છે. પહેલી મિસાઈલ આકાશ એમકે છે, જેની રેન્જ 30 કિલોમીટરની છે. બીજી મિસાઇલ એમકે 2 છે, જેની રેન્જ 40 કિમી છે, જ્યારે ત્રીજી મિસાઇલની રેન્જ 80 કિમીની હોવાનું કહેવાય છે. મોટી વાત એ છે કે જો આ સિસ્ટમથી મિસાઇલ છોડવામાં આવે તો 20 કિલોમીટરની ઉંચાઇ સુધી જઇને પણ દુશ્મનના હુમલાનો જવાબ આપી શકાય છે.

જાણકારોનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન એકથી વધુ મિસાઇલોને ટ્રેક કરવાની હોય છે ત્યારે પણ આ આકાશ સિસ્ટમ અસરકારક સાબિત થાય છે. તેમાં એક સક્રિય ઇલેક્ટ્રોનિક સ્કેન્ડ એરે મલ્ટિ-ફંક્શન રડાર છે જે એક કરતા વધુ મિસાઇલને સ્કેન કરવાનું કામ કરે છે. હાલ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે આ સિસ્ટમ એલએસી પર તૈનાત છે.

MRSAM એર ડિફેન્સ સિસ્ટમ

ભારતના રક્ષણ માટે MRSAM એર ડિફેન્સ સિસ્ટમને લાઇફલાઇન ગણી શકાય. જો ચીનના અને પાકિસ્તાનના હેલિકોપ્ટર ભારતના એરસ્પેસ પર હુમલો કરવા આવે, તો જો તેમની ક્રૂઝ મિસાઈલ હુમલો કરે તો ભારતની એમઆરએસએએમ એર ડિફેન્સ સિસ્ટમ તેમની મિસાઈલોથી તેમનો સફાયો કરી નાખશે. તેની રેન્જ ચોક્કસપણે માત્ર 0.5 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની જ છે, પરંતુ તેની ઝડપ 2448 કિલોમીટર પ્રતિ કલાકની છે. ભારતની એમઆરએસએએમ એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં 16 કિલોમીટર સુધીની રેન્જમાં કોઇપણ મિસાઇલને સરળતાથી નષ્ટ કરી શકે છે.

9K33 OSA AK ડિફેન્સ સિસ્ટમ

જ્યારે પણ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલની વાત આવે છે, ત્યારે 9K33 OSA AK ડિફેન્સ સિસ્ટમનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ભારતમાં પાંચ સૈનિકો મળીને આ સિસ્ટમનું સંચાલન કરે છે અને મિસાઇલો ફાયર કરે છે. તેની રેન્જ 15થી 18 કિલોમીટરની વચ્ચે હોવાનું કહેવાય છે. આ મિસાઇલો 3704 કિમી/કલાકની ઝડપે દુશ્મનોનો સફાયો કરી શકે છે. બીએમપીના 17.5 ટનના જે વાહનો હોય છે તેના પર મિસાઇલોને ફીટ કરવામાં આવે છે.


    Post a Comment

    Previous Post Next Post