વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું - માલદીવ સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે, બંને એકબીજાના ગાઢ મિત્રો છે
pm modi mohamed muizzu meet: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતે હંમેશા પડોશી તરીકેની જવાબદારી નિભાવી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, માલદીવ સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે, બંને એકબીજાના ગાઢ મિત્રો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત હાલ જે સહાય આપી રહ્યું છે તે આગળ પણ ચાલુ રહેવાની છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે અમે રક્ષા અને સુરક્ષા સહકારના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકથા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આપણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવમાં ફાઉન્ડિંગ મેમ્બરના રુપમાં જોડાવા માટે માલદીવનું સ્વાગત છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ શું કહ્યું?
પીએમ મોદીએ ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો પણ રાષ્ટ્રપતિ મુઇજ્જુએ પણ એક મોટી વાત કહી હી. મઇજ્જુએ કહ્યું હતું કે અમે એક વ્યાપક વિઝન દસ્તાવેજ પર સહમત થયા છીએ જે અમારા દ્વિપક્ષીય સંબંધોની દિશા નક્કી કરશે. વિસ્તૃત આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના વિઝનમાં વિકાસલક્ષી સહકાર, વેપાર અને આર્થિક ભાગીદારી, ડિજિટલ અને નાણાકીય પહેલો, ઊર્જા પ્રોજેક્ટ્સ, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહકાર તેમજ દરિયાઈ અને સુરક્ષા સહકાર સામેલ છે.
આ પણ વાંચો – ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપે કર્યા 5 મોટા વાયદા, યુવાઓ, મહિલાઓ માટે ખાસ જાહેરાત
શા માટે માલદીવ ભારત પાસેથી મદદ ઇચ્છે છે?
ભારતે માલદીવને પહેલા જ 1.4 અબજ ડોલરની આર્થિક સહાય આપી છે, તે સહાય ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય વિકાસ કાર્યો માટે હતી. પરંતુ તેમ છતાં માલદીવ પર સંકટ ખતમ થયું નથી, તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે, જેના કારણે તેને વધુ મદદની આશા છે.
Post a Comment