New Upcoming Cars Launching in October 2024 (ઑક્ટોબર 2024માં નવી આવનારી કાર લૉન્ચ થઈ રહી છે): ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. જો તમે નવરાત્રી, દશેરા કે દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે, તો આ સમાચાર તમારા માટે જ છે. ઓટો કંપનીઓ ઓક્ટોબર મહિનામાં નવી 5 કાર લોન્ચ કરી રહી છે, જેમા કિઆ કિઆ કાર્નિવલ, નિસાન મેગ્નાઇટ ફેસલિફ્ટ, BYD eMax અને નવી મર્સિડિઝ બેઝ ઇ ક્લાસ કાર સામેલ છે. ઓક્ટોબર 2024માં લોન્ચ થનાર 5 એસયુવી કાર વિશે વિગતવાર જાણીયે
New Kia Carnival Launch : નવી કિઆ કાર્નિવલ લોન્ચ
કિઆ કાર્નિવલ ઓક્ટોબર 2024માં લોન્ચ થનાર નવી એસયુવી કારમાં સૌથી મોખરે છે. વિતેલ જૂનમાં જૂના મોડલ બંધ કર્યા બાદ કંપની પોતાની લેટેસ્ટ જનરેશનલ કાર લોન્ચ કરી રહી છે. ઓટોકાર રિપોર્ટ મુજબ આ નવી કાર જૂના મોડલની તુલનામાં વધુ પાવરફુલ અને શાનદાર હોઇ શકે છે. નવી કાર શરૂઆતમાં બે ટ્રિમ્સ – લિમોસિન અને લિમોસિન પ્લસ મોડલમાં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ સમયે નવી કાર્નિવલ માત્ર 7 સીટર (2+2+3) વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. જેમા બીજી લાઇનમાં કેપ્ટન સીટ હશે, જ્યારે ત્રીજા લાઇનમાં બેંચ સીટ હશે. તેમાં 193hp, 2.2 લીટર, 4 સિલેન્ડર ડીઝલ એન્જિન હશે, જે 8 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે. આ શરૂઆતમાં CBU (કમ્પ્લિટલી બિલ્ટ યુનિટ) વર્ઝનમાં આવશે અને તેની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોવાની ધારણા છે.
Kia EV9 Launch : કિઆ ઇવી9 લોન્ચ
કિઆ ઇવી9, એખ ફ્લેગશિપ ઇલેકટ્રિક એસયુવી વર્ઝનમાં 3 ઓક્ટોબર લોન્ચ થશે. તેમા 99.8 kwh બેટરી પેક હશે, જે 561 કિમીની ARAI સર્ટિફાઇડ રેન્જ આપશે. તેમા 384hp અને 700Nm પાવર સાથે ડ્યુઅલ મોટર સેટઅપ હશે, જે ઓલ વ્હીલ ડ્રાઇવ કેપેસિટી આપશે. તે 6 સીટર કોન્ફિગ્રેશનમાં આવશે અને તેની કિંમત 1 કરોડ એક્સ શો રૂમ આસપાસ હોવાની સંભાવના છે. કિઆ ઇવી9 કારનો મુકાબલો મર્સિડિઝ EQE એસયુવી, બીએમડબ્લ્યુ iX અને ઓડી Q8 e-tron જેવી લક્ઝુરીયસ ઇલેક્ટ્રિક કાર સાથે થશે.
Nissan Magnite Facelift Launch : નિસાન મેગ્નાઇટ ફેસલિફ્ટ લોન્ચ
નિસાન મેગ્નાઇટ ફેસલિફ્ટ 4 ઓક્ટબરના રોજ લોન્ચ થઇ શકે છે. નિસાન મેગ્નાઇટને 4 વર્ષ બાદ પોતાની મિડ લાઇફ અપડેટ મળી રહી છે. તેમા નવું ફ્રન્ટ બમ્પર ગ્રિલ અને સંભવિત રૂપમાં નવા હેડ લેમ્પસ મળશે. કારના ઇન્ટિરિયલમાં અમુક ફેરફાર અને વધારાના ફીચર્સ ઉમેરાઇ શકે છે. તેનું 1.0 લીટર પેટ્રોલ એન્જિન પહેલાની જેમ જ હશે – 72hp નેચરલ એસ્પિરેટેડ યુનિટ અને 100hp ટર્બો વર્ઝન. ટ્રાન્સમિશનમાં 5 સ્પીડ મેન્યુઅલ, એએમટી અને સીવીટી જેવા વિકલ્પ પહેલા જેવા જ રહેશે. નવી નિસાન મેગ્નાઇટ કાર થોડીક મોંઘી હોવાની ધારણા છે.
BYD eMax 7 Launch : બીવાયડી ઇમેક્સ 7 લોન્ચ
બીવાયડી ઇમેક્સ 7, એક ફેસલિફ્ટેડ e6 છે, જેને 6 અને 7 સીટર કોન્ફિગ્રેશનમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમા નવા હેડલેમ્પ, ટેલ લેમ્પ અને વધારાના ક્રોમ સાથે અપડેટેડ બમ્પર્સ મળશે. ઇન્ટિરિયરમાં 12.8 ઇંચની ફ્લોટિંગ ટચસ્કીન મળશે અને તેમા પેનોરમિક સનરૂફ અને ADAS ફીચર્સ પર ઉપલબ્ધ થશે. આ MPV બે બેટરી પેક ઓપ્શન સાથે આવી શકે છે. 55.4kWh (420 કિમી રેન્જ) અને 71.8kWh (530 કિમી રેન્જ) તેની કિંમત 30 થી 33 લાખ એક્સ શોરૂમ હોવાની ધારણા છે. બીવાયડી ઇમેક્સ 7 કારની ટક્કર ટોયોટા ઇનોવા હાઇક્રોસ સાથે થશે.
આ પણ વાંચો | PM ઇ ડ્રાઇવ યોજના હેઠળ ક્યા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી મળશે, જુઓ સંપૂર્ણ યાદી
New Mercedes Benz E-Class : નવી મર્સિડિઝ બેંઝ ઇ ક્લાસ લોન્ચ
નવી મર્સિડિઝ બેંઝ ઇ ક્લાસ ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે. છઠ્ઠી જનરેશનની લોંગ વ્હીલલેસ ઇ ક્લાસની કિંમત 80 લાખ રૂપિયાથી વધુ હોવાના સંભાવના છે. નવી મર્સિડિઝ બેંઝ કાર પહેલા કરતા મોટી હશે અને ઇન્ટિરિયરમાં સુપરસ્ક્રીન લેઆઉટ જેવી ઘણી નવી ટેકનિક આવશે. તેમા 204hp ટર્બો પેટ્રોલ અને 197hp ડીઝલ એન્જિન મળશે. બંને 48v માઇલ્ડ હાઇબ્રિટ સિસ્ટમ સાથે આવશે. બંને એન્જિન 9 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે રિયર વ્હીલ ડ્રાઇવ આપશે. નવી નવી મર્સિડિઝ બેંઝ કારની ડિલિવરી ઓક્ટોબર અંત સુધી શરૂ થઇ શકે છે.
Post a Comment