igg Boss 18 Contestants: બિગ બોસ 18 (Bigg Boss 18) ઓક્ટોબર 2024 ના પ્રથમ સપ્તાહમાં શરૂ થવા માટે તૈયાર છે. સલમાન ખાન ફરી એકવાર શોના હોસ્ટ તરીકે પરત ફરી રહ્યો છે. BB 18 નું પહેલું મોન્ટેજ બહાર આવ્યું ત્યારથી ચાહકો એ જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે કે કોણ સ્પર્ધકો તરીકે મેડહાઉસમાં પ્રવેશ કરશે.આ બધા વચ્ચે બિગ બોસ 18 સ્પર્ધકોની એક કામચલાઉ લિસ્ટ બહાર આવી છે અને તેમાં કેટલાક જાણીતા નામ જોઈ શકાય છે. અહીં જાણો
સોશિયલ મીડિયા પેજ બિગ બોસ તક જે સલમાન ખાનના શો વિશે તમામ અપડેટ્સ શેર કરવા માટે જાણીતું છે. તેની અપડેટ મુજબ, બિગ બોસ 18 માટે 11 સ્પર્ધકોની પુષ્ટિ કરવામાં આવી છે. નિયા શર્મા, ધીરજ ધૂપર, શોએબ ઇબ્રાહિમ, નાયરા બેનર્જી, મીરા દેઓસ્થલે, સાયલી સાલુંખે, અવિનાશ મિશ્રા, દેબચંદ્રિમા સિંઘા રોય, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર અને શાંતિ પ્રીયકરે BB 18 માટે પુષ્ટિ થયેલ છે.
આ પણ વાંચો: જૂનિયર એનટીઆરની દેવરાની કમાણીમાં ચોથા દિવસે 68 ટકાનો જંગી ઘટાડો
લિસ્ટમાં શિલ્પા શિરોડકર અને શાંતિ પ્રિયાનો સમાવેશ થાય છે. તે ખરેખર તમામ BB 18 ચાહકો માટે આશ્ચર્યજનક બાબત છે. શિલ્પા 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે હમ (1991), આંખે (1993), કિશન કન્હૈયા (1993) વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
બીજી તરફ અક્ષય કુમારની ફર્સ્ટ લીડિંગ લેડી શાંતિ પ્રિયા પણ સલમાન ખાનના બિગ બોસ 18 માં ભાગ લઈ રહી છે. જો કે, તેના વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નોંધનીય છે કે ઈશા કોપ્પીકર આ શોમાં ભાગ લેવાની રેસમાં હતી, પરંતુ તેને હવે તેમાંથી નાપસંદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગોવિંદાને પગમાં ગોળી વાગી, રિવોલ્વર સાફ કરતા થયો અકસ્માત, હાલત સ્થિર
ઉલ્લેખિત સેલેબ્સ ઉપરાંત, નાના પડદાની ફેમસ હસ્તીઓ, શહેઝાદા ધામી, રિત્વિક ધનજાની, કરણ વીર મેહરા, ઝાન ખાન, કરમ રાજપાલ અને બોલિવૂડ અભિનેત્રી, પદ્મિની કોલ્હાપુરે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. એવું લાગે છે કે આગામી સિઝનમાં ઘણા ફેમસ સ્ટાર જોવા મળી શકે છે. બિગ બોસ 18 શો 9 ઓક્ટોબર, 2024 ના રોજ શરૂ થવાની ધારણા છે.
Post a Comment