Vadodara Rape Case: નવરાત્રીના ત્રીજા નોરતે સગીરા પર આચરેલા દુષ્કર્મ મામલે વડોદરા ક્રાઈમ બ્રાંચે 48 કલાકમાં જ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. આ પાંચેય આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ત્રણ આરોપી વિધર્મી હોવાનું ખુલ્યું છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના ત્રીજા નોરતે એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે આ પાંચેય આરોપીઓએ તેમને ધમકાવ્યા હતા અને ત્યાર બાદ સગીરા પર એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું તો અન્ય યુવકે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાં જ ત્રીજા યુવકે પણ સગારા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન આ બે આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને પોતાની હવસ સંતોષી લીધા બાદ તેમણે સગીરા અને યુવકને આ વિશે કોઇને જાણ કરશો તો તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બાદ તેઓ પોતાના બાઈકમાં સવાર થઈ ફરાર થઈ હયા હતા. આ મામલાએ રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો હતો.
આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ આપી આરોપીઓને વહેલી તકે પકડી પાડવા માટે પોલીસને આદેશ આપ્યા હતા તેમજ હર્ષ સંઘવીએ એક જાહેર કાર્યક્રમમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરી આરોપીઓને કડકમાં કડક સજા થશે તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રીમાં જ વડોદરા શહેરમાં આવી ઘટના બનતા રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું પરંતુ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને દુષ્કર્મીઓને પકડવા કમર કસી લીધી હતી અને ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. ત્યાં જ તમામ પાંચેય આરોપીઓમાંથી ત્રણ આરોપી વિધર્મી હોવાનું સામે આવ્યું છે અને પાંચેય આરોપી POP નું કામકાજ કરતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ- અંબાજી અકસ્માત : અંબાજી નજીક ત્રીશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત, 6 લોકોના મોત, 35 ઘાયલ
હાલમાં વડોદરા પોલીસે તમામ આરોપીઓના ભૂતકાળમાં કાયદાના સકંજામાં આવ્યા છે કેમ? તેને લઈ તપાસ શરૂ કરી છે ત્યાં જ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે.
Post a Comment