Top News

ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપે કર્યા 5 મોટા વાયદા, યુવાઓ, મહિલાઓ માટે ખાસ જાહેરાત


ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપે કર્યા 5 મોટા વાયદા, યુવાઓ, મહિલાઓ માટે ખાસ જાહેરાત
ઝારખંડમાં ભાજપે ચૂંટણી પહેલા 5 મોટી યોજનાઓ લાગુ કરવાનું વચન આપ્યું છે (તસવીર - બીજેપી ઝારખંડ ટ્વિટર)

Jharkhand Assembly Elections 2024 : આ વર્ષના અંતમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઝારખંડમાં હાલ ઇન્ડિયા ગઠબંધનનું શાસન છે. ભાજપે ઝારખંડ ચૂંટણી પહેલા 5 મોટી યોજનાઓ લાગુ કરવાનું વચન આપ્યું છે

Jharkhand Assembly Elections 2024, ઝારખંડ વિધાનસભા ચૂંટણી : આ વર્ષના અંતમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઝારખંડમાં હાલ ઇન્ડિયા ગઠબંધનનું શાસન છે. ભાજપ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આ દરમિયાન ઝારખંડ ભાજપે ચૂંટણી પહેલા 5 મોટી યોજનાઓ લાગુ કરવાનું વચન આપ્યું છે. ભાજપે પોતાના જાહેરાતમાં સરકાર બનવા પર મહિલાઓને કેશ બેનિફિટ, રાંધણ ગેસ સિલિન્ડર, નોકરીઓ, બેરોજગારી ભથ્થું અને આવાસ આપવાનું વચન આપ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ઝારખંડના પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી હાજર રહ્યા હતા.

ભાજપ ‘ગોગો દીદી યોજના’શરુ કરશે

ભાજપ ‘ગોગો દીદી યોજના’ શરૂ કરશે, જે અંતર્ગત દર મહિનાની 11 તારીખે ઝારખંડની દરેક મહિલાના બેંક ખાતામાં 2,100 રૂપિયા સુધીની આર્થિક સહાય ટ્રાન્સફર કરવામાં આવશે. બાબુલાલ મરાંડીએ કહ્યું કે અમે ‘લક્ષ્મી જોહર યોજના’ પણ શરૂ કરીશું, જે હેઠળ અમે તમામ ઘરોને 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપરાંત એક વર્ષમાં બે મફત એલપીજી ગેસ સિલિન્ડર પ્રદાન કરીશું.

યુવાનો માટે મોટી જાહેરાત

બાબુલાલ મરાંડીએ જણાવ્યું હતું કે ભાજપ રાજ્યમાં “સુનિશ્ચિત રોજગાર” રજૂ કરશે, જે હેઠળ પાંચ વર્ષમાં યુવાનો માટે પાંચ લાખ સ્વ-રોજગારની તકો ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત 2.87 લાખ ખાલી સરકારી જગ્યાઓ પર નિષ્પક્ષ અને પારદર્શક ભરતી કરવામાં આવશે. અમારું લક્ષ્ય નવેમ્બર 2025 સુધીમાં 1.5 લાખ લોકોની ભરતી કરવાનું છે. પોતાની કારકિર્દી શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોના પડકારોનું પાર્ટી સમાધાન કરશે. આ માટે અમે દરેક બેરોજગાર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટને બે વર્ષ માટે દર મહિને 2000 રૂપિયા ‘યુવા સાથી’ ભથ્થું આપીશું.

ઝારખંડ ભાજપે ‘ઘર સાકર’ કાર્યક્રમ શરૂ કરવાનું વચન પણ આપ્યું હતું, જે હેઠળ તે મકાનોના નિર્માણ માટે મફત રેતી પૂરી પાડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે પીએમ આવાસ યોજનાને યોગ્ય રીતે લાગુ કરશે. તે આ યોજના હેઠળ 21 લાખ મકાનો બનાવશે અને પરિવાર દીઠ 1 લાખ રૂપિયાની ઉન્નત સહાય પૂરી પાડશે.

દરમિયાન, ભાજપના વચનો પર પ્રતિક્રિયા આપતા જેએમએમએ જણાવ્યું હતું કે વિરોધી પક્ષે તેની ‘મૈયા સન્માન યોજના’નો ફાયદો ઉઠાવ્યો છે, જે હેઠળ ઝારખંડ સરકાર રાજ્યમાં 21 થી 50 વર્ષની વય જૂથની તમામ વંચિત મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપે છે.

જેએમએમનો ભાજપ પર પ્રહાર

જેએમએમના નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું કે ભાજપે દરેકને સમજાવવું પડશે કે ‘ગોગો’નો અર્થ શું છે. સંથાલીમાં ‘ગોગો’ એટલે મા થાય છે. ભાજપ કહે છે કે બધા માટે આવાસ, અમારી પાસે પહેલેથી જ ‘અબુઆ આવાસ યોજના’ છે. તેમણે દર વર્ષે બે મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. તેથી ભાજપ વિચારે છે કે એક પરિવારને દર વર્ષે ફક્ત બે સિલિન્ડરની જરૂર હોય છે?


    Post a Comment

    Previous Post Next Post