iPhone 15 under 5000 Rupees in Flipkart Big Billion Days Sale : વર્ષના સૌથી મોટા ફેસ્ટિવ સીઝન સેલમાં એપલ, સેમસંગ, વીવો, ઓપ્પો, ગુગલ જેવી મોટી બ્રાન્ડના પ્રીમિયમ ફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બિગ બિલિયન ડેઝમાં, લોકપ્રિય આઇફોન 15 ને 60,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ઓફર્સ અને ડીલ્સ સાથે એપલનો આ ફોન 32000 રૂપિયામાં તમને મળી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે બિગ બિલિયન ડેઝ સેલમાં તમે એપલ આઇફોન 15ને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે કેવી રીતે મેળવી શકો છો.
આઇફોન 15 સામાન્ય રીતે 69,900 રૂપિયામાં વેચાય છે. 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે સાથે આવતા આ ફોનમાં દમદાર એપલ એ16 બાયોનિક ચિપસેટ, ડ્યુઅલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. આ કેમેરાથી ઓછી લાઈટમાં સારી ક્વોલિટીની તસવીરો ક્લિક કરી શકાય છે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં આઇફોન 15 ડિલ
પરંતુ જો તમે નવો એપલ આઇફોન ઓછી કિંમતે મેળવવા માંગો છો, તો તમારે જૂના ડિવાઇસને એક્સચેન્જ કરીને નવો આઇફોન 15 ખરીદવો પડશે. જો તમે આઇફોન 14 કે તેના પહેલાના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો, તો સેલમાં તમને બમ્પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આઇફોન 15નું 128 જીબી બેઝ વેરિઅન્ટ હાલમાં ફ્લિપકાર્ટ પર 58,249 રૂપિયામાં લિસ્ટેડ છે. જ્યારે આઇફોન 15 પિંક અને બ્લેક વેરિઅન્ટ 57,999 રૂપિયામાં લિસ્ટ થયા છે. ફોન પર HDFC બેંકના ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન સાથે 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
આ પણ વાંચો – મોટો જી75 5જી સ્માર્ટફોન મિલિટ્રી ગ્રેડ રેટિંગ સાથે લોન્ચ, પાણી અને ધૂળથી નહીં થાય નુકસાન
જો તમે નવા આઇફોન 15 માટે જૂના આઇફોન ડિવાઇસને એક્સચેન્જ કરો છો, તો તમને 34,950 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેમ કે આઇફોન 14ને ટ્રેડ-ઇન ઓફરમાં વેચવા પર 25,310 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એક બેંક ઓફર પણ છે. એટલે કે તમે આઈફોન 15ને લગભગ 32000 રૂપિયાની આસપાસની કિંમત પર મેળવી શકો છો.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 6 ઓક્ટોબર 2024 સુધી ચાલશે
તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 6 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ સેલમાં અનેક અલગ-અલગ કેટેગરીની પ્રોડક્ટ પર ડીલ્સ મળી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એપ્લાયન્સીસ જેવી પ્રોડક્ટ પર પણ છૂટ આપવામાં આવી રહી છે. આ સિવાય ગ્રાહકોને અન્ય સ્માર્ટફોન, કિચન ગેજેટ્સ વગેરે પર શાનદાર ડીલ્સ મળી શકે છે.
Post a Comment