Dakor nagarpalika recruitment, ડાકોર નગરપાલિકા ભરતી : પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠલની ડાકોર નગર પાલિકામાં નોકરી માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. આ જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
Dakor nagarpalika recruitment 2024, ડાકોર નગરપાલિકા ભરતીઃ ડાકોરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠલની ડાકોર નગર પાલિકામાં નોકરી માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. આ જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. સંસ્થા દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ આપવા માટે આમંત્રિત કર્યા છે.
ડાકોર નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ, તારીખ અને સમય, જરૂરી દસ્તાવેજ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ડાકોર નગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ડાકોર નગરપાલિકા |
જગ્યા | સીટી મેનેજર (SWM) |
નોકરીનું સ્થળ | ડાકોર |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 14 ઓક્ટોબર 2024 |
ઇન્ટરવ્યૂ સ્થળ | ડાકોર નગરપાલિકા, ડાકોર |
ડાકોર નગરપાલિકા ભરતી પોસ્ટની વિગત
સચ્છ ભારત મિશન – અર્બન, ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશ્રર કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોર નગરપાલિકામાં સીટી મેનેજરની 11 માસના કરાર આધારિત જગ્યા વોક ઈન ઈન્ટરવ્યુ થકી ભરવાની છે.
ડાકોર નગરપાલિકા ભરતી, સીટી મેનેજર માટે શૈક્ષણિક લાયકાત
ડાકોર નગરપાલિકામાં સીટી મેનેજર પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો B.E/B.Tech- Environment, B.E/B.Tech – Civil, M.E/M.Tech – Enviroment, M.E/M.Tech – Civil કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવારને 1 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ
ડાકોર નગરપાલિકામાં સીટી મેનેજરની 11 માસના કરાર આધારિત જગ્યા માટે પસંદ પામેલા ઉમેદવારોને 30,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન મળશે.
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ
- તારીખ – 14 ઓક્ટોબર 2024
- રજીસ્ટ્રેશન સમય – સવારે 10.30થી 11.30 સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવું
- ઈન્ટરવ્યૂ સમય – 12.30 કલાકથી ઈન્ટરવ્યુ શરુ થશે
- સ્થળ – ડાકોર નગરપાલિકા, ડાકોર
આ પણ વાંચોઃ- ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું જે ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ-નકલ અને પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ્સ સાથે હાજર રાખવા.ભરતી અંગેની શરતો કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.
Post a Comment