Stock market : સોમવારે સવારે વધારા સાથે ખુલેલા શેર માર્કેટમાં દિવસ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વેપાર દરમિયાન સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ 230 અંકથી વધુ ઘટી ગયો હતો
Stock market : ભારતીય શેર બજારમાં અઠવાડિયું બદલાઈ ગયું છે પરંતુ સ્થિતિ એવી ને એવી જ છે. શેર માર્કેટમાં ગત પાંચ દિવસોથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારે વધારા સાથે ખુલેલા શેર માર્કેટમાં દિવસ દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો. વેપાર દરમિયાન સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ 230 અંકથી વધુ ઘટી ગયો હતો. છેલ્લા છ દિવસોમાં રોકાણકારોના લગભગ 20 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. વિદેશી રોકાણકારો ભારતીય શેર માર્કેટમાંથી રોકડ નીકાળીને ચીનના માર્કેટમાં લગાવી રહ્યા છે. પોતાની ઈકોનોમીમાં પ્રાણ પૂરવા માટે ચીને તાજેતરતમાં જ એક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે.
વૈશ્વિક બ્રોકરેજ કંપની CLSAએ ભારતીય ઈક્વિટીમાં પોતાનું રોકાણ ઘટાડીને ચીનમાં રોકાણ વધારી દીધુ છે. CLSAએ કહ્યું કે, આ ભારતના ઓવરવેટને 20%થી ઘટાડીને 10% કરીને 5% કરી રહ્યું છે. વિદેશી ફર્મનું કહેવું છે કે, ત્રણ કારણોસર ભારતીય ઈક્વિટી પર અસર થઈ રહી છે. આ માટે તેલની કિંમત, આઈપીઓ બુમ અને રિટેલ રોકાણકારોની ભૂખ સામેલ છે. ફર્મ વિશ્વેષકોએ કહ્યું કે ભારતના ચીનથી 210% સારા પ્રદર્શન બાદ રિલેટિવ વેલ્યૂએશન વધી રહ્યું છે. છતા પણ ભારતમાં સ્કેલેબલ ઈએમ ગ્રોથ વધુ છે.
ચીન પર શંકા
ચીનના શેરમાં ઉભરતા માર્કેટથી લિક્વિડિટીને સમાપ્ત કરી રહી છે. વિદેશી રોકાણકારો ચીની ઈક્વિટીમાં રોકાણ કરવા માટે લાઈનમાં લાગેલા છે. લગભગ 2-3 વર્ષના ખરાબ પ્રદર્શન બાદ ચીનના શેર બજારોમાં તેજી પરત ફરી છે. ગત અઠવાડિયે નિફ્ટીમાં 4.5%નો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન એફઆઈઆઇ એ ભારતમાં 40,500 કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા હતા. જોકે તમામ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ ચીન નથી જઈ રહ્યા. ઈનવેસ્કો, જેપી મોર્ગન, એચએસબીસી અને નોમુરાને ચીની સરકારના વાયદાઓ ઉપર શંકા છે.
આ પણ વાંચો – સોનું ચાંદી રેકોર્ડ હાઇ, દિવાળી સુધી રાહ ન જુઓ અત્યારે જ ખરીદી લો
હોંગકોંગ અને ચીન માટે ઈનવેસ્કોના મુખ્ય રોકાણકાર અધિકારી રેમંડ મા એ કહ્યું કે, શોર્ટ ટર્મમાં ચીનનું માર્કેટ આકર્ષક લાગી શકે છે પરંતુ અંતમાં લોકો સામાન્ય વાતો પર પરત ફરશે. આ રૈલીના કારણે કેટલાક સ્ટોક જરૂરીયાત કરતા વધુ મૂલ્યવાન બની ગયા છે. તેની વેલ્યૂએશન તેમના ઈન્કમ પરફોર્મંશથી મેળ ખાતી નથી. ફ્લોરિડા સ્થિત GQG પાર્ટનરના રાજીવ જૈને કહ્યું કે, 2022ના અંતમાં ચીનમાં મહામારી સાથે જોડાયેલ પ્રતિબંધો હટી ગયા બાદ આજ વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ તે થોડા દિવસમાં જ સમાપ્ત થઈ ગયું હતું.
Post a Comment