18th Consecutive Test Series Win by india at Home : ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે બાંગ્લાદેશનો 2-0થી વ્હાઇટવોશ કર્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત 18મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતીને બીજા સ્થાને છે.
ભારતીય ટીમ ઘરઆંગણે પ્રવાસી ટીમો પર હાવી
ભારતીય ટીમે પોતાની ભૂમિ પર પ્રભુત્વસભર દેખાવ કર્યો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. 12 વર્ષમાં ટીમ 18 સિરીઝમાં 53 ટેસ્ટ રમ્યું છે. જેમાં 42માં વિજય થયો છે ફક્ત 4 મેચમાં જ પરાજય થયો છે. 7 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટીમ 37 મેચમાં એક ઈનિંગ્સ અથવા 100થી વધુ રન કે 8 વિકેટથી જીત મેળવી છે.
ઘરઆંગણે છેલ્લી 18 ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન
- 2024 – બાંગ્લાદેશ સામે 2-0થી વિજય
- 2024 – ઇંગ્લેન્ડ સામે 4-1થી વિજય
- 2023 – ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય
- 2022 – શ્રીલંકા સામે 2-0થી વિજય
- 2021 – ન્યૂઝીલેન્ડ સામે 1-0થી વિજય
- 2021 – ઇંગ્લેન્ડ સામે 3-1થી વિજય
- 2019 – બાંગ્લાદેશ સામે 2-0થી વિજય
- 2019 – દક્ષિણ આફ્રિકા સામે 3-0થી વિજય
- 2018 – વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી વિજય
- 2018 – અફઘાનિસ્તાન સામે 3-0થી વિજય
- 2017 – શ્રીલંકા સામે 1-0થી વિજય
- 2017 – ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય
- 2017 – બાંગ્લાદેશ સામે 1-0થી વિજય
- 2016 – ઇંગ્લેન્ડ સામે 4-0થી વિજય
- 2016 – ન્યૂઝીલેન્ડ સામે 3-0થી વિજય
- 2015 – દક્ષિણ આફ્રિકા સામે 3-0થી વિજય
- 2013- વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી વિજય
- 2013 – ઓસ્ટ્રેલિયા સામે 4-0થી વિજય
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી અને સદીનો રેકોર્ડ બનાવ્યો
ભારતે 2012માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી
ભારત પ્રવાસ પર ટેસ્ટ રમવા આવનારી ટીમ એક મેચ જીતે છે તે પણ સારી વાત ગણાય છે. સામાન્ય ટીમોનો વ્હાઇટવોશ થાય છે. ભારતીય ટીમે 2012માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. તે સમયે એલિસ્ટર કૂકની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે 2012માં 4 મેચની શ્રેણી 2-1થી જીતી હતી. આ પછી ભારત પોતાના ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી.
Post a Comment