Top News

World Tourism Day 2024: 27 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે વિશ્વ પ્રવાસન દિવસ, જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ


World Tourism Day 2024: 27 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે વિશ્વ પ્રવાસન દિવસ, જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ
World Tourism Day 2024 : દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે

World Tourism Day 2024: 27 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે વિશ્વ પ્રવાસન દિવસ, જાણો થીમ, ઇતિહાસ અને મહત્વ

World Tourism Day 2024 : દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જાણો આ દિવસની ઉજવણી પાછળનું શું છે કારણ

World Tourism Day 2024, વિશ્વ પ્રવાસન દિવસ 2024 : દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. વર્ષ 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન (UNWTO)ની શરૂઆત થઈ અને અહીંથી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આની પાછળનો ઉદ્દેશ લોકોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો.

વિશ્વના ટકાઉ વિકાસ માટે પર્યટન ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા સમાજને જોવાની અને નવા-નવા સ્થળોની મુલાકાત લેવાની વાત છે એટલું જ નહીં, સામાન્ય લોકો માટે વેપાર-ધંધા અને આર્થિક પરિસ્થિતિને ઠીક કરવાની તક પણ છે.

વિશ્વ પર્યટન દિવસ 2024 થીમ

આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડે ની થીમ ‘પ્રવાસન અને શાંતિ’ છે. સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષે વિશ્વ પર્યટન દિવસ 2024 રાખ્યો છે. જે રાષ્ટ્રો અને સંસ્કૃતિઓ વચ્ચે શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવામાં અને સુલેહ પ્રક્રિયાઓને ટેકો આપવા માટે આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

વિશ્વ પર્યટન દિવસ ઇતિહાસ

વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત 1980માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાએ 27મી સપ્ટેમ્બરે પર્યટન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેની પાછળ એક મહત્વનું કારણ પણ છે. વિશ્વ પ્રવાસન સંગઠનની સ્થાપના 27 સપ્ટેમ્બર 1970ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાની સ્થાપના પરિષદની 10મી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાનો અને તેને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સમજણના માધ્યમ તરીકે રજૂ કરવાનો છે.

વિશ્વ પર્યટન દિવસ મહત્વ

પ્રવાસ વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વધારે છે, સાથે તે આર્થિક વિકાસ, રોજગારની તકો અને પર્યાવરણીય સંતુલન માટે પણ મહત્વપૂર્ણ છે. ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર્યટન પર આધારિત છે અને આ ક્ષેત્ર ત્યાંના નાગરિકો માટે રોજગારનું મુખ્ય સ્ત્રોત છે. પર્યટન આપણને એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસને જાણવા અને સમજવાની તક આપે છે. આ દિવસ એ તમામ લોકો માટે પ્રેરણારૂપ પણ છે જેઓ પ્રવાસન ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે અને તેના વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે.


    Post a Comment

    Previous Post Next Post