Top News

World Coconut Day: નાળિયેર રોજ ખાવું યોગ્ય છે? નારિયેળનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો


World Coconut Day: નાળિયેર રોજ ખાવું યોગ્ય છે? નારિયેળનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
World Coconut Day: વિશ્વ નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બર ઉજવાય છે. નારિયેળનું સેવન નારિયેળ કોપરું, નારિયેળ પાણી, કોપરતેલ તેલ સ્વરૂપમાં કરવામાં આવે છે. (Photo: Freepik)

World Coconut Day: નાળિયેર રોજ ખાવું યોગ્ય છે? નારિયેળનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો

World Coconut Day: વિશ્વ નારિયેળ દિવસ 2 સપ્ટેમ્બરે ઉજવાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર નારિયેળનો ટુકડો જો રોજ ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

World Coconut Day: વિશ્વ નાળિયેર દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ એ છે કે લોકોનું ધ્યાન આ ફળના ફાયદાઓ તરફ કેન્દ્રિત કરવાનો છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આંતરરાષ્ટ્રીય નાળિયેર સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ પણ નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. નાળિયેર એક એવું ફળ છે જેનું સેવન સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં નારિયેળ સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતીક છે. નાળિયેરનું સેવન તેના પાણી અને કોપરેલ તેલ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ દરેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નાળિયેરનું સેવન મોટાભાગના લોકો નાળિયેર પાણીના રૂપમાં અને કોપરેલ તેલના રૂપમાં કરે છે. જો રોજ નારિયેળનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ઉષા કિરણ સિસોદિયા નારિયેળને સુપર ફૂડ ગણાવે છે, જેનું દરરોજ સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ ફળ અને તેનું પાણી ઉનાળામાં શરીરને હાઇડ્રેટ કરવામાં અમૃતની જેમ કામ કરે છે.

નાળિયેરના પોષક તત્વો

કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર નારિયેળનો ટુકડો જો રોજ ખાવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. કેલ્શિયમથી ભરપૂર નારિયેળનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. હૃદયને સ્વસ્થ રાખવામાં નારિયેળનું સેવન ખૂબ જ ઉપયોગી છે. આવો જાણીએ નારિયેળના સેવનથી શું ફાયદા થાય છે.

શરીરને પુષ્કળ પોષણ મળે છે

નારિયેળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર હોય છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તેનો લોટ બનાવીને પણ સૂકા નારિયેળનું સેવન કરી શકાય છે.

coconut water benefits and side effects | coconut water benefits | coconut water side effects | coconut water harmful in these disease | coconut water health tips
નારિયેળ પાણી કુદરતી એનર્જ ડ્રિંક છે. (Photo – Freepik)

બ્લડપ્રેશર સામાન્ય રહે છે

નાળિયેર પાણી પોટેશિયમનો ઉત્તમ સ્રોત છે. આ ખનિજ શરીરમાં સોડિયમના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને સામાન્ય કરવામાં મદદ કરે છે. રોજ લગભગ 40 ગ્રામ કાચુ નારિયેળ ખાવાથી સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

શરીરને ઊર્જા આપે છે

નારિયેળ પાણી પીવાથી શરીરનું તાપમાન ઘટે છે અને તેમાં રહેલા મિનરલ્સ સ્વાસ્થ્ય માટે સારા હોય છે. એથ્લેટ્સ અને ગંભીર બોડી-બિલ્ડર્સ તેમની રમતો અને વર્કઆઉટ્સ પછી નાળિયેર પાણી પીવે છે, પછી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ઊર્જામાં વધારો કરે છે.

આ પણ વાંચો | કેળા આ લોકો માટે ઝેર સમાન, કેળા ખાવામાં 5 વાત ધ્યાન રાખવી

ત્વચા માટે વરદાન

નારિયેળનું સેવન ત્વચાને સ્વસ્થ પણ બનાવે છે. તે ત્વચાની લાલાશને દૂર કરે છે અને સોજાને નિયંત્રિત કરે છે. ત્વચાને હાઇડ્રેટ કરવામાં નારિયેળ પાણી ખૂબ ઉપયોગી છે. એન્ટિઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર નારિયેળ ત્વચાને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી ખીલ કંટ્રોલ રહે છે અને ત્વચા ચમકતી દેખાય છે.


    Post a Comment

    Previous Post Next Post