Top News

World Heart Day: વિશ્વ હૃદય દિવસ 2024, આવો જાણીએ ઇસીજી શું છે, હાઈ બ્લડ પ્રેશરના દર્દી આ ટેસ્ટ કેમ જરૂરી છે?


World Heart Day: વિશ્વ હૃદય દિવસ 2024, આવો જાણીએ ઇસીજી શું છે, હાઈ બ્લડ પ્રેશરના દર્દી આ ટેસ્ટ કેમ જરૂરી છે?
World Heart Day 2024: વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ દર વર્ષે 29 સપ્ટેમ્બર ઉજવાય છે. (Photo: Freepik)

World Heart Day: વિશ્વ હૃદય દિવસ 2024, આવો જાણીએ ઇસીજી શું છે, હાઈ બ્લડ પ્રેશરના દર્દી આ ટેસ્ટ કેમ જરૂરી છે?

World Heart Day 2024: વર્લ્ડ હાર્ટ ડે હૃદય સંબંધિત બીમારી વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. ઇસીજી હૃદયની સ્થિતિ અને કામગીરીને સમજવામાં મદદ કરે છે અને હૃદયને લગતી ઘણી સમસ્યાઓનું નિદાન કરવામાં મદદરૂપ થાય છે.

World Heart Day 2024: વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ દર વર્ષ 29 સપ્ટેમ્બરે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયની તંદુરસ્તી વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમને હૃદયરોગ વિશે શિક્ષિત કરવાનો છે. આજની ફાસ્ટ અને જંક ફૂડ સાથેની જીંદગીમાં યુવા વયને પણ હ્રદય રોગ શિકાર બનાવી રહ્યો છે. આ સંજોગોમાં વિશ્વ હૃદય દિવસ 2024 પર હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રાખી શકાય અને એ અંગે કાળજી લેવાની માહિતી જાણીએ.

હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીના કેસ વધ્યા

છેલ્લા કેટલાક વર્ષોમાં તેનાથી હાર્ટ એટેક અને મૃત્યુના કેસમાં સતત વધારો થયો છે. યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે તે વધુ ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં, હૃદયની તંદુરસ્તી પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ માટે અમે તમને અહીં કેટલીક મહત્વની વાતો જણાવી રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે તમારા અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખી શકો છો.

હૃદય તંદુરસ્ત રાખવા આ બાબત ધ્યાનમાં રાખો

આ મામલે દિલ્હીની ધરમશિલા નારાયણ હોસ્પિટલના ડિરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ-કાર્ડિયોલોજી ડો.પ્રદીપકુમાર નાયક કહે છે, આજે યુવા પેઢી વધુ તણાવગ્રસ્ત છે, ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતથી શરીર બીમારીનું ઘર બની ગયું છે. સમય જતાં આ આદતો હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારી દે છે. જો કે એક રાહતની વાત એ છે કે જો તમારા દિલમાં કોઈ સમસ્યા હોય તો તમારું શરીર પહેલેથી જ તેના લક્ષણો દેખાડવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં, તંદુરસ્ત રહેવા માટે આ લક્ષણો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ’

હૃદયની બીમારીના લક્ષણો કેવી રીતે ઓળખવા?

આ સવાલ અંગે ગુરુગ્રામની નારાયણ હોસ્પિટલના કાર્ડિયાક સર્જનના સિનિયર કન્સલ્ટન્ટ ડો.રચિત સક્સેના કહે છે, મોટાભાગના યુવાનોમાં હાર્ટને લગતી કોઈ તકલીફ હોય ત્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ સમસ્યાને અવગણશો નહીં. જો તમે બીપીના દર્દી છો અથવા કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા અનુભવો છો તો વિલંબ કર્યા વગર ઇસીજી કરાવો. ’

ઇસીજી શું છે?

ઇસીજી અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ એક મેડિકલ ટેસ્ટ છે જે હૃદયની વિદ્યુત પ્રવૃત્તિને માપે છે. તે હૃદયની સ્થિતિ અને કામગીરીને સમજવામાં મદદ કરે છે અને હૃદયને લગતી ઘણી સમસ્યાઓનું નિદાન કરવામાં મદદરૂપ થાય છે.

આ ટેસ્ટ કરતી વખતે વ્યક્તિના હાથ, છાતી અને પગ પર ઇલેક્ટ્રોડ્સ મૂકવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડ્સને પછી મશીન સાથે જોડવામાં આવે છે, જે વ્યક્તિના હૃદયના ધબકારાને રેકોર્ડ કરે છે. ઇસીજી એ એક સલામત અને પીડારહિત મેડિકલ ટેસ્ટ છે જે થોડીવારમાં કરી શકાય છે.

આ પણ વાંચો | 150 સેકન્ડ વૉકિંગ વર્કઆઉટ કૅલરી બર્ન કરવા માટે અસરકારક છે?

ઇસીજી હૃદયની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે અને હૃદયને લગતી સમસ્યાઓનું નિદાન અને ઉપચાર કરવામાં મદદરૂપ થાય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો કહે છે કે ઇસીજી ખાસ કરીને હાઈ બીપીના દર્દીઓ માટે જરૂરી છે. આ સમયસર હૃદયની સ્થિતિને ઓળખવામાં મદદ કરી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ ટાળી શકાય છે.

(Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)


    Post a Comment

    Previous Post Next Post