Top News

Vivo V40e ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ


Vivo V40e ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ
Vivo V40e Launched : વીવોએ પોતાના વાયદા પ્રમાણે આખરે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન વીવો વી40ઇ ભારતમાં લોન્ચ કર્યો

Vivo V40e ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત અને અન્ય ફિચર્સ

Vivo V40e : Vivo V40eને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

Vivo V40e Launched, વીવો સ્માર્ટફોન : વીવોએ પોતાના વાયદા પ્રમાણે આખરે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન વીવો વી40ઇ ભારતમાં લોન્ચ કર્યો હતો. વીવો વી40ઇમાં 6.77 ઇંચની 120હર્ટ્ઝ 3ડી કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે, 50MP આઇ ઓટોફોકસ ફ્રન્ટ કેમેરા, મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ, 8GB ઇનબિલ્ટ રેમ અને 8GB વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. Vivoના આ હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સની તમામ વિગતો.

Vivo V40e ફિચર્સ

Vivo V40eને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6.77 ઇંચ (2392 x 1080 પિક્સલ) ફુલએચડી એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને તે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફર કરે છે.

વીવો વી40ઇ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં માલી-જી615 એમસી2 જીપીયુ છે. આ ફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

વીવો વી40ઇ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં એપર્ચર એફ/1.79 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને એપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.0 સાથે 50 મેગાપિક્સલનો આઇ ઓટો ફોકસ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ છે.

આ પણ વાંચો – OPPO K12x 5G નો નવો અવતાર ભારતમાં લોન્ચ, 5100mAh ની મોટી બેટરી, જાણો કિંમત

વીવોનો નવો ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ફન્ટુચઓએસ 14 સાથે આવે છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આડિવાઇસનું ડાઇમેંશન 163.72×75×7.49mm અને તેનું વજન 183 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Vivo V40e કિંમત

વીવો વી40ઇ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 28,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલ 30,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફોનને રોયલ બ્રોન્ઝ અને મિન્ટ ગ્રીન કલરમાં લઈ શકાય છે.

વીવોના આ ફોનનું વેચાણ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન સ્ટોર પરથી પ્રી-બુક કરાવી શકાય છે. જો તમે હેન્ડસેટને એસબીઆઇ અને એચડીએફસી બેંકના કાર્ડ સાથે લો છો, તો તમને 10 ટકાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. 6 મહિના સુધીના નો-કોસ્ટ EMI પર ફોન લેવાની તક છે.


    Post a Comment

    Previous Post Next Post