Top News

Tips to Reduce your Car Loan EMI: કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડવાની 5 ટીપ્સ, દેવું ઝડપથી ઉતારી જશે


Tips to Reduce your Car Loan EMI: કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડવાની 5 ટીપ્સ, દેવું ઝડપથી ઉતારી જશે
Tips to Reduce your Car Loan EMI: કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડવાની 5 સરળ રીત. (Photo: Freepik)

Tips to Reduce your Car Loan EMI: કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડવાની 5 ટીપ્સ, દેવું ઝડપથી ઉતારી જશે

Smart Tips to Reduce Car Loan EMI: કાર લોન ઇએમઆઈ હપ્તો ઉંચા વ્યાજદરના કારણે બોજ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અહીં આપેલી 5 ટીપ્સ અપનાવી તમે ઉંચા કાર લોન ઇએમઆઈ હપ્તાથી છુટકારો મેળવી શકો છો.

Smart Tips to Manage Car Loan EMI: કાર લોન વડે આજે કોઇ પણ વ્યક્તિ સરળતાથી કાર ખરીદી શકે છે. મોટાભાગની બેંકો કાર ખરીદવા માટે કાર લોન આપે છે. જો કે ઘણી વખત ઉંચા વ્યાજદરને કારણે કાર લોન ચૂકવણી પણ મોંઘી પડે છે. આવી સ્થિતિમાં તમારે ઝડપથી કાર લોન ઇએમઆઈ હપ્તાનો બોજ ઘટાડવા પ્રયાસ કરવો જોઇએ. અહીં કાર લોન ઇએમઆઈ ઘટાડવા 5 ટીપ્સ આપવામાં આવી છે.

કાર ની કિંમતમાં ભાવ તાલ કરો (Bargaining In Car Price )

કાર ખરીદવા જાવ ત્યારે તમારી જરૂરીયાત મુજબ કાર મોડલ પસંદ કરવું જોઇએ. વિવિધ ડીલરો પાસે અલગ અલગ કંપનીની કાર હોય છે. આથી કાર ખરીદવાનું હોય ત્યારે વિવિધ કાર ડીલરો પાસે જાઓ અને કારની કિંમત, કાર લોન ઇપીએમ વ્યાજદર વિશે સંપૂર્ણ જાણકારી મેળવો. ખાસ કરીને તમારા બજેટ મુજબ કાર અને સૌથી સારી ડિલ ઓફર પસંદ કરવી જોઇએ. જો તમે વાજબી ઓછી કિંમત કાર ખરીદશો તો કાર લોનનો કુલ ખર્ચ આપમેળે ઓછો થઇ જશે. આમ છેવટે તમારો કાર લોન ઇએમઆઈ હપ્તો પણ ઘટી જશે.

કાર લોન આપનાર બેંક સાથે વાત કરો

કાર લોન ઇએમઆઈ હપ્તા ઘટાડવા માટે લોન આપનાર બેંક સાથે વાતચિત કરવી જોઇએ. તમારી બેંક તમને લોન મેનેમેન્ટ સાથે ઘણા બધા વિકલ્પ આપે છે. બેંક લોન રિફાઇનાન્સ કે રિસ્ટ્રક્ચર કર્યા વગર તમને કાર ઇએમઆઈની સુવિધા પુરી પાડી શકે છે. લોન પ્રોસેસિંગ ફી, એડમિનિસ્ટ્રેશન ચાર્જ કે લોન સંબંધિત અન્ય ચાર્જ જેવા બીજા ચાર્જ ઓછા કરાવી શકો છો.

કાર લોન રિફાઈનાન્સ (Car Loan Refinance)

જો તમને લાગે છે કે, તમારી કાર લોનનો ઇએમઆઈ હપ્તો બહુ મોંઘો પડી રહ્યો છે તો તમે લોન રિફાઈનાન્સ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેમા લોન ચૂકવવા માટે લાંબા સમયમય અને ઓછા વ્યાજદર મળી શકે છે, જેનાથી તમારો લોન ઇએમઆઈ હપ્તો ઘટી જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે લાંબા ગાળાની લોન હશે તો કુલ લોન ચૂકવણીની રકમ વધ વધી જાય છે. કુલ લોન પેમેન્ટની રકમ મૂળ લોન રકમ કરતા પણ વધારે હોઇ શકે છે.

લોન પ્રીપેમેન્ટ કરો (Car Loan Prepayment)

જો તમારી પાસે વધારે નાણાં છે, તો તમે આ રકમ માંથી લોન પ્રીપેમેન્ટ કરી ઇએમઆઈ ઘટાડી શકો છો. આ માટે તમારે તમારી બેંક સાથે વાતચીત કરવી પડશે અને કાર લોનનો હપ્તો ઓછો કરાવી શકો છો. ઘણી બેંકો એક ચોક્કસ પીરિયડ બાદ લોન પ્રીપેમેન્ટ કરવાની સુવિધા આપે છે. આમ તમ તમારી કાર લોન ઇએમઆઈ હપ્તો ઘટાડી શકો છો.

આ પણ વાંચો | ટાટા કર્વ કે હ્યુન્ડાઇ ક્રેટા કઇ કાર શ્રેષ્ઠ? કારની કિંમત અને ફીચર્સ વિશે જાણી નક્કી કરો

કાર લોન બેંક ટ્રાન્સફર કરવાનો વિકલ્પ (Car Loan Bank Transfer)

જો તમે તમારી બેંક કે ફાઈનાન્સ કંપની લોન ઇએમઆઈ નથી ઘટાડી રહી તો તમે બેંક લોન બેલેન્સ ટ્રાન્સફર વિકલ્પ વિશે પણ વિચાર કરી શકો છો. તમે તમારી લોન અન્ય કોઇ બેંક કે ફાઈનાન્સ કંપનીમાં લોન ટ્રાન્સફર કરાવી શકો છો જ્યાં વ્યાજદર નીચા છે. અમુક બેંકો તમને કેટલાક મહિના માટે વ્યાજ મુક્ત રિપેમેન્ટની સુવિધા પણ આપે છે. તેનાથી તમે તમારી કાર લોન પર ઘણી રકમ બચાવી શકો છો.


    Post a Comment

    Previous Post Next Post