Tata Curvv ICE Model Launches Today: ટાટા મોટર્સ દ્વારા ટાટા કર્વ લોન્ચ કરવામાં આવી છે. આ લેટેસ્ટ ટાટા કાર પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ઓટો કંપની ટાટા મોટર્સે ઓગસ્ટમાં આ કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરતી વખતે જાણકારી આપી હતી કે, એસયુવીના પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે. ટાટા કર્વ કારની કિંમત, એન્જિન માઇલેજ, સેફ્ટી ફીચર્સ સહિત તમામ વિગતવાર જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.
ટાટા કર્વ આઈસીઇ કિંમત (Tata Curvv ICE Price)
ટાટા કર્વ એસયુવી પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. Tata Curveનું પેટ્રોલ વેરિઅન્ટ ભારતીય બજારમાં 9,99,999 રૂપિયાની આરંભિક કિંમતે ઉપલબ્ધ થશે. તો ડીઝલ વેરિઅન્ટ 11,49,990 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. DCA વેરિઅન્ટ પણ રૂ. 12,49,990ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા ટાટા કર્વની ડિલિવરી આવતા સપ્તાહથી એટલે કે 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Tata Curve ઈલેક્ટ્રિક કાર ગયા મહિને 7 ઓગસ્ટે લૉન્ચ કરવામાં આવી હતી. જેની કિંમત 17.49 લાખથી 21.99 લાખની વચ્ચે છે. કંપનીની નવી EV ભારતીય બજારમાં 7 વેરિઅન્ટમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
Tata Curvv ICE Bookin: ટાટા કર્વ આઈસીઇ બુકિંગ ક્યારે શરૂ થશે?
ટાટા કર્વ ફ્યુઅલ વર્ઝન માટે પણ બુકિંગ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ સાથે ટાટા કર્વ માત્ર 31 ઓક્ટોબર, 2024 સુધી પ્રારંભિક કિંમતે બુક કરી શકાય છે. તેની ડિલિવરી 12 સપ્ટેમ્બર, 2024થી શરૂ થશે.
Tata Curvv ICE Design : ટાટા કર્વ આઈસીઇ ડિઝાઇન
ટાટા કર્વ ATLAS પ્લેટફોર્મ પર બનેલ છે. આ કાર, જે ઈલેક્ટ્રિક અને ફ્યુઅલ એમ બંને વર્ઝનમાં આવે છે, તે એક જ પ્લેટફોર્મ પર બનેલી છે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, બંને નવી કાર, ઇલેક્ટ્રિક ટાટા કર્વ અને ફ્યુઅલ કર્વ મહદંશે એક સમાન છે. બંનેમાં ફ્રન્ટ ગ્રીલ પર LED ડેટાઇમ રનિંગ લાઇટ (DRL) સ્ટ્રીપ દેખાય છે. તેમાં ઇન્ડિકેટર સહિત તમામ એલિમેન્ટ પર એલઇડી લાઇટિંગ આપવામાં આવે છે. ટાટા કર્વ પેટ્રોલ ડીઝલ વર્ઝનમાં એર વેન્ટ્સ (air vents), ક્રોમ એક્સેન્ટ્સ (chrome accents), ફ્રન્ટ સેન્સર્સ (front sensors), કેમેરા જેવા એલિમેન્ટ્સ પર ખાસ ડિઝાઇન જોઈ શકાય છે.
Tata Curvv ICE Safety Features : ટાટા કર્વ આઈસીઇ સેફ્ટી ફીચર્સ
ટાટા કર્વ આઈસીઇ કાર એડવાન્સ સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. ટાટા કર્વ આઈસીઆઇ કારમાં 6 એર બેગ, લેવલ 2 એડીએએસ જેવા ગજબના ફીચર્સ આપવામાં આવ્યા છે. ટાટા કર્વ ચાર મોડલ – ટ્રિમ સ્માર્ચ, પ્યોર, ક્રિયેટિવ અને અચીવ્ડમાં ઉપલબ્ધ છે. રસપ્રદ વાત છે કે, આઈસીઇ મોડલ ટાટા કર્વ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં 11મું વ્હીકલ બની ગયું છે.
બંને વર્ઝનમાં કૂપ જેવી સિલુએટ છે, જેમાં ઢાળવાળી રૂફટોપ, આકર્ષક ફ્લશ ડોર હેન્ડલ્સ અને 18-ઇંચના એલોય વ્હીલ્સ છે. કારના પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલ લાઇટ અને રૂફ સ્પોઇલર લગાવવામાં આવ્યા છે. એક ખાસ વાત એ છે કે ટાટા કર્વ પેટ્રોલ-ડીઝલ વેરિઅન્ટ તેના સેગમેન્ટમાં પ્રથમ કાર હશે જેમાં જેસ્ચર કન્ટ્રોલ (gesture controls) સાથે ટેઈલગેટ હશે.
Tata Curvv Engines : ટાટા કર્વ આઈસીઇ 3 એન્જિન સાથે આવશે
ટાટા મોટર્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ એસયુવી કૂલ 3 એન્જિન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમાં બે પેટ્રોલ અને 1 ડીઝલ એન્જિનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પ્રથમ વિકલ્પમાં 1.2 લીટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બીજા વિકલ્પમાં 1.2 લીટરની ક્ષમતાનું હાઇપેરિયોન પેટ્રોલ એન્જિન અને ત્રીજી વિકલ્પમાં 1.5 લીટરનું ક્રાયોજેટ એન્જિન આપવામાં આવ્યું છે.
ટાટા કર્વ હરિફ એસયુવી કાર (Tata Curvv Rivals)
ટાટા કર્વ આઈસીઇ કારની સીધી ટક્કર મિડ સાઇઝ એસયુવી સેગમેન્ટની મારૂતિ ગ્રાન્ડ વિટારા, ટોયોટા અર્બન Cruiser Hyryder, કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઇ ક્રેટા અને Citroen Basalt જેવી એસયુવી સાથે થશે.
Post a Comment