Top News

Shardiya Navratri 2024: શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ


Shardiya Navratri 2024: શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ
Shardiya Vavratri 2024 Akhand Jyoti Vastu Tips: શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોતિ પ્રગટાવવી શુભ માનવામાં આવે છે. (Photo: Freepik)

Shardiya Navratri 2024: શારદીય નવરાત્રીમાં અખંડ જ્યોત આ દિશામાં રાખવાથી શુભ ફળ મળશે, જાણો વાસ્તુ નિયમ

Shardiya Navratri 2024 Akhand Jyoti Vastu Tips: શારદીય નવરાત્રીમાં નવ દિવસ અખંડ જ્યોતિ રાખવામાં આવે છે. જો કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ ફળ મેળવવા માટ અખંડ જ્યોત પ્રગટાવતી વખતે અમુક બાબતોનુ ધ્યાન રાખવું જરૂરી છે.

Shardiya Navratri 2024 Akhand Jyoti Vastu Tips: નવરાત્રી એટલે માતાજીની પૂજા આરાધના કરવાનો પર્વ. નવરાત્રીમાં આસો સુદ એકમ તિથિ શરૂ થાય છે. આ વખતે 3 ઓક્ટોબર, 2024 ગુરુવારથી આસો નવરાત્રી શરૂ થાય છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાનો અને વ્રત રાખવાનો નિયમ છે. આ સાથે જ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ ઘટ સ્થાપન સાથે નવ દિવસ સુધી સતત અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ અખંડ દીપક સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ, જેથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અખંડ જ્યોતિ પ્રગટાવવા થી લઇ અખંડ દીપક રાખવા સુધીના નિયમો વિશે ચાલો જાણીયે

અખંડ એટલે જે ખંડિત નથી. તેથી જો તમે નવરાત્રીના તમામ નવ દિવસ અખંડ જ્યોત ન પ્રગટાવી શકો તો આઠમ કે નોમના દિવસે પૂજા સમયે 24 કલાક માટે પણ અખંડ જ્યોત પ્રગટાવી શકો છે.

અખંડ દીપક કઈ દિશામાં રાખવો?

વાસ્તુશાસ્ત્ર અનુસાર અખંડ જ્યોત રાખવા માટે સૌથી શુભ દિશા અગ્ન કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ માનવામાં આવે છે. આ દિશામાં અખંડ જ્યોત સ્થાપિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધનનો વાસ થાય છે. આ સાથે દુશ્મનો પર જીત થાય છે. પરંતુ ધ્યાન રાખો કે પૂજા સમયે અખંડ જ્યોત પૂર્વ કે દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ.

અખંડ દીપકની જ્યોત કઈ દિશામાં હોવી ફાયદાકારક?

વાસ્તુશાસ્ત્ર અનુસાર શારદીય નવરાત્રિમાં અખંડ જ્યોતની સ્થાપના કરો છો તો દીપકની દિશાની સાથે સાથે અખંડ જ્યોત કઈ દિશામાં છે તેનું ધ્યાન રાખો, કારણ કે તેના શુભ અને અશુભ ફળ પણ મળે છે.

અખંડ દીપકની જ્યોત પૂર્વ દિશામાં હોય તો ઉંમર વધે છે. પશ્ચિમ દિશામાં હોય તો દુઃખ અને દરિદ્રતા આવે છે. જો તમે ઉત્તર દિશામાં છો, તો તમને ધનલાભ થાય છે અને જો દક્ષિણ દિશામાં અખંડ જ્યોત હોય તો તમારે ધનહાનિનો સામનો કરવો પડે છે.

નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાનો મંત્રો

ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાળી ક્રિપાલિનીદુર્ગા ક્ષમા શિવ ધત્રી સ્વાહા સ્વાધા નમોસ્તુતે

દીપજ્યોતિ : પરબ્રહ્મા : દીપજ્યોતિ જનાર્દના :દીપોહરતિમે પાપં સંધ્યાદીપમ્ નમોસ્તુતે

શુભમ કરોટી કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા.શત્રુબુદ્ધવિનાશાય દીપકાય નમોસ્તુતે

આ પણ વાંચો | 16 કે 17 ઓક્ટોબર ક્યારે છે શરદ પૂનમ, જાણો તિથિ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


    Post a Comment

    Previous Post Next Post