Top News

Samsung Galaxy M55s 5G : સેમસંગ ગેલેક્સી એમ 55 એસ 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ


Samsung Galaxy M55s 5G : સેમસંગ ગેલેક્સી એમ 55 એસ 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Samsung Galaxy M55s 5G Launched: સેમસંગે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એમ55એસ 5જી ભારતમાં લોન્ચ કર્યો

Samsung Galaxy M55s 5G : સેમસંગ ગેલેક્સી એમ 55 એસ 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy M55s 5G : સેમસંગ ગેલેક્સી એમ55એસ 5જી સ્માર્ટફોનને દેશમાં ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નવા Galaxy M55s 5Gમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો

Samsung Galaxy M55s 5G Launched: સેમસંગે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એમ55એસ 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. નવો સેમસંગ ગેલેક્સી એમ 55s 5જી કંપનીના ગેલેક્સી એમ 55 5જીનું અપગ્રેડ વેરિઅન્ટ છે. સાઉથ કોરિયન કંપનીના આ મિડ રેન્જ ફોનમાં OIS સપોર્ટ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 50MP કેમેરા અને 5000mAhની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા Galaxy M55s 5Gમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો.

સેમસંગ ગેલેક્સી એમ55s 5G કિંમત

સેમસંગ ગેલેક્સી એમ55એસ 5જી સ્માર્ટફોનને દેશમાં ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. જ્યારે કંપની દ્વારા હજી સુધી 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત જાહેર કરવામાં આવી નથી.

ડિવાઇસનું વેચાણ 26 સપ્ટેમ્બરથી એમેઝોન ઇન્ડિયા, સેમસંગ ઇન્ડિયા, સેમસંગના એક્સક્લુઝિવ સ્ટોર્સ અને પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ફોન ખરીદો છો તો તમને 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગ ગેલેક્સી એમ 55s 5G ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એમ 55એસ 5જી સ્માર્ટફોનને ત્રણ ટોનવાળા યુનિક બેક પેનલ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ડિવાઇસને બે થંડર બ્લેક અને કોરલ ગ્રીન કલરમાં લઇ શકાય છે. સેમસંગના આ ફોનમાં 6.7 ઇંચની એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે જે ફુલએચડી + (2400×1080 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1000 નીટ્સની પીક બ્રાઇટનેસ છે.

સેમસંગના આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 644 છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 14 આધારિત વનયુઆઇ 6.1 છે. સેમસંગના આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારવાનો વિકલ્પ છે.

આ પણ વાંચો – OnePlus Nord CE3 5G પર મોટું ડિસ્કાઉન્ટ, હજારોનો ફાયદો, જાણો શું છે ધમાકેદાર ડીલ

ફોટોગ્રાફીના શોખીનો માટે સેમસંગે આ ફોનમાં એપર્ચર એફ/1.8 અને ઓઆઇએસ સાથે 50MP પ્રાઇમરી, એપર્ચર F/ 2.2 સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને એપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ જેવા ફીચર્સ આપ્યા છે. ફોનમાં 30fps પર 4K રેકોર્ડિંગનો ઓપ્શન આપવામાં આવ્યો છે. ફોનમાં એપર્ચર એફ/2.4 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

5000mAhની બેટરી આપવામાં આવી છે

સેમસંગ ગેલેક્સી એમ 55s 5Gને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં સ્ટિરિયો સ્પીકર્સ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને સેમસંગ નોક્સ વોલ્ટ આપવામાં આવ્યા છે. ડિવાઇસનું ડાઇમેંશન 163.9 x76.5 x7.8 એમએમ અને તેનું વજન 180 ગ્રામ છે.


    Post a Comment

    Previous Post Next Post